નેશનલ

‘મિશન સાઉથ’ પર પીએમ મોદી;

તેલંગાણાને રૂ.13 હજાર કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સની ભેટ

હૈદરાબાદઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે તેલંગણાના મહબૂબનગર જિલ્લામાં રોડ, રેલ, પેટ્રોલિયમ અને કુદરતી ગેસ અને ઉચ્ચ શિક્ષણ જેવા મહત્ત્વના ક્ષેત્રોમાં રૂ. 13,500 કરોડથી વધુની કિંમતની અનેક વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. આ દરમિયાન ભાજપના પ્રદેશ અધ્યક્ષ જી. કિશન રેડ્ડી પણ હાજર રહ્યા હતા. પીએમ મોદીએ હૈદરાબાદ યુનિવર્સિટીની ચાર નવી ઇમારતોનું ઉદ્ઘાટન પણ કર્યું હતું. પીએમ મોદીએ બટન દબાવીને તેલંગાણાના લોકોને વિકાસ કાર્યોની ભેટ આપી હતી.

આ દરમિયાન પીએમ મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ટ્રેન સેવાને પણ લીલી ઝંડી બતાવી હતી. તેમણે કહ્યું કે દેશના ઘણા મોટા આર્થિક કોરિડોર તેલંગાણામાંથી પસાર થઈ રહ્યા છે. આ તમામ રાજ્યોને પૂર્વ અને પશ્ચિમ કિનારા સાથે જોડવાનું માધ્યમ બનશે.

આ પ્રસંગે પીએમ મોદીએ જણાવ્યું હતું કે હું તેલંગાણાની ધરતી પરથી જાહેરાત કરી રહ્યો છું કે કેન્દ્ર સરકારે હળદરના ખેડૂતોના લાભ માટે અને તેમની જરૂરિયાતોને ધ્યાનમાં લઈને રાષ્ટ્રીય હળદર બોર્ડની રચના કરી છે.

સંબંધિત લેખો

Back to top button