પીએમ મોદીના કાનમાં દેખાયેલી આ વસ્તુ ઈયરરિંગ્સ નથી પણ છે ખાસ ગેજેટ, જાણીને ચોંકી ઉઠશો…

વડા પ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં બે દિવસની ઓમાનની મુલાકાતે છે. આ મુલાકાતના ફોટો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે. આ ફોટોમાં પીએમ મોદીજીના કાનમાં એક ખાસ વસ્તુ જોવા મળી રહી છે અને આને કારણે જ સોશિયલ મીડિયા પર એવી બહેસ છેડાઈ ગઈ છે કે શું આ પીએમ મોદીજીની કોઈ નવી સ્ટાઈલ સ્ટેટમેન્ટ છે કે બીજું કંઈ? પરંતુ પીએમ મોદીના કાનમાં જોવા મળતી આ વસ્તુ પહેલી નજરે તો ઈયરરિંગ્સ લાગતી આ વસ્તુ હકીકતમાં એક સ્પેશિયલ ગેજેટ છે. જેના વિશે આપણે આ સ્ટોરીમાં વાત કરીશું…
સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલા આ ફોટોમાં પીએમ નરેન્દ્ર મોદીજીના કાન પર લગાવવામાં આવેલું આ નાનકડું સ્પેશિયલ ગેજેટ એ હકીકતમાં તો એક રિયલ ટાઈમ ટ્રાન્સલેટિંગ ડિવાઈસ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં ઓમાનની મુલાકાતે છે, જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
જોકે, દ્વિપક્ષીય વાટાઘાટો અને મુલાકાત દરમિયાન પીએમ મોદીના જમણા કાન પર એક અત્યંત નાનું અને આધુનિક ઉપકરણ જોવા મળ્યું હતું. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ અને ઈન્સ્ટાગ્રામ પર આ ગેજેટને લઈને અનેક અટકળો શરૂ થઈ છે.
વાત કરીએ ગેજેટ શું છે એની તો આ ટેક્નિકલ એક્સપર્ટ્સ અને પોલિટિકલ એડવાઈઝર્સના જણાવ્યા અનુસાર પીએમ મોદી દ્વારા ઉપયોગમાં લેવાયેલું આ ગેજેટ કોઈ નોર્મલ બ્લૂટૂથ હેડસેટ નથી, પરંતુ હકીકતમાં તો એ એક અત્યંત એડવાન્સ રિયલ-ટાઈમ લેંગ્વેજ ટ્રાન્સલેટર છે. જે પીએમ મોદીજીની બીજી ભાષાઓને સમજવામાં મદદ કરે છે.
અહીંયા તમારી જાણકારી માટે કે જ્યારે પણ કોઈ વિદેશી નેતાઓ જ્યારે તેમની માતૃભાષામાં વાત કરે છે, ત્યારે આ ડિવાઈસ એ ભાષાને તરત જ હિન્દી અથવા અંગ્રેજીમાં અનુવાદિત કરીને પીએમ મોદીને સંભળાવે છે. આનાથી ટ્રાન્સલેટરની જરૂરિયાત રહેતી નથી અને વાતચીત વધુ સીધી અને પ્રભાવશાળી બને છે.
વાત કરીએ પીએમ મોદીની આ મુલાકાત ભારત અને ઓમાન વચ્ચેના વ્યાપારિક, રક્ષણ અને ઉર્જા સંબંધોને મજબૂત કરવા માટે ખૂબ મહત્વની માનવામાં આવે છે. પીએમ મોદીએ ઓમાનના સુલતાન સાથે મુલાકાત કરી અને બંને દેશો વચ્ચેના સંબંધોને નવી ઊંચાઈ પર લઈ જવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આ ટેક્નોલોજીને અપનાવવાની અને તેનો ઉપયોગ કરવાથી બિલકુલ ખચકાટ ન અનુભવવાની ટેવને કારણે નેટિઝન્સ પીએમ મોદીજીને ટેકસેવી ગણાવી રહ્યા છે અને કહી રહ્યા છે કે ભારત હવે ટેકનોલોજીના ઉપયોગમાં દુનિયામાં અગ્રેસર છે.
આ પણ વાંચો…ઓમાનના અખાતમાં ઈરાને તેલ ટેન્કર કબજે કર્યું, ભારતના 6 સહિત 18 ક્રૂ મેમ્બર હતા સવાર



