નેશનલ

PM Modi Oath Taking: મોદી અને નીતીશ કુમારમાંથી કોણે સૌથી વધુ વખત શપથ લીધા છે, જાણો

લોકસભાની ચૂંટણીના પરિણામો આવી ગયા છે અને ત્રીજી વાર કેન્દ્રમાં મોદીની NDA સરકાર બની છે. રવિવાર 09 જૂનના રોજ, નરેન્દ્ર મોદીએ સતત ત્રીજી વખત વડા પ્રધાન તરીકે શપથ લેવાની હેટ્રિક કરી હતી અને ભૂતપૂર્વ વડા પ્રધાન જવાહરલાલ નેહરુની બરાબરી કરી હતી. સોમવારે 10 જૂનના રોજ મોદી સરકારના મંત્રાલયોની પણ વહેંચણી કરવામાં આવી હતી. આ બધા વચ્ચે એક ચર્ચા ચાલી રહી છે કે પીએમ મોદી અને બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમાર વચ્ચે સૌથી વધુ વખત કોણે શપથ લીધા?

પલ્ટુ રામ તરીકે જાણીતા બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમારે ઘણી વાર બિહારના મુખ્ય પ્રધાન બનીને શપથ લઇ ચૂક્યા છે. આ સિવાય તેઓ કેન્દ્રમાં મંત્રી પણ રહી ચૂક્યા છે, ત્યારે પણ તેમણે મંત્રી તરીકે શપથ લીધા હતા. તે જ સમયે, જ્યારથી પીએમ મોદી ગુજરાતના મુખ્ય પ્રધાન બન્યા ત્યારથી તેઓ સતત સીએમ અને પીએમ તરીકે શપથ લેતા આવ્યા છે. મોદીને નામે 24 વર્ષમાં સતત 7 વખત શપથ લેવાનો રેકોર્ડ નોંધાયો છે. તેમણે ચાર વાર મુખ્ય પ્રધાન અને ત્રણ વાર વડા પ્રધાન બન્યા છે. ઓક્ટોબર 2001માં પીએમ મોદીએ પ્રથમ વખત ગુજરાતના સીએમ તરીકે શપથ લીધા હતા. ત્યાર બાદ 2002માં બીજી વખત, ડિસેમ્બર 2007માં ત્રીજી વખત અને ડિસેમ્બર 2012માં ચોથી વખત મુખ્ય પ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. ત્યાર બાદ તેમણે કેન્દ્રીય રાજકારણમાં પ્રવેશ કર્યો હતો અને 2014, 2019 તથા 2024માં વડા પ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યા હતા.

આ પણ વાંચો : …… તો પ્રથમ વખત Porbandarના સાંસદને મળશે મંત્રીમંડળમાં સ્થાન

હવે જો આપણે મોદી-નીતીશના શપથ ગ્રહણના આંકડાની સરખામણી કરીએ તો એક વાત સાફ છે કે નીતીશ કુમારના શપથ ગ્રહણના આંકડા સુધી પહોંચવું પીએમ મોદી માટે પણ કદાચ અઘરું છે. તેઓ 9 વખત સીએમ તરીકે શપથ ગ્રહણ કરી ચૂક્યા છે. ઇ.સ. 2000માં નીતીશ કુમારે પહેલી વાર બિહારના મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા હતા. ત્યાર બાદ તેમણે 2005 અને 2010માં સીએમ તરીકે શપથ લીધા. તે પછી જીતનરામ માંઝીએ સીએમ પદ છોડયું ત્યારે તેમણે ચોથી વાર અને 2015 માં આરજેડી સાથે ગઠબંધન કરીને પાંચમી વખત શપથ લીધા હતા. 2017 માં લાલુ સાથે છેડો ફાડી તેઓ એનડીએમાં આવ્યા અને છઠ્ઠી વાર સીએમ બન્યા. ત્યાર બાદ 2020, 2022 અને 2024માં તેમણે મુખ્યપ્રધાન તરીકે શપથ લીધા હતા. આ સિવાય તેમણે 1998માં એનડીએ સરકારમાં કેન્દ્રીય મંત્રી તરીકે શપથ લીધા હતા. આ પછી, ફરીથી 2001માં, તેમણે વાજપેયી સરકારમાં કેન્દ્રીય મંત્રી તરીકે શપથ લીધા હતા

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ નવરી ધૂપ થઇ ગઇ છે આ બધી હિરોઇનો