આવતીકાલથી વડા પ્રધાન મોદી પણ કરશે નવરાત્રી, ઉપવાસ માટે કોણ બન્યું પ્રેરણાસ્ત્રોત?

ગુજરાત સહિત દેશભરમાં મા શક્તિની આરાધનાનો પર્વ નવરાત્રી 22 સપ્ટેમ્બરથી શરૂ થવા જઈ રહી છે. નવરાત્રિના પર્વ માં અંબાની ઉપરાસનાનો સૌથી મોટો પર્વ છે. આ પર્વ દેશમાં ભરમાં ધૂમ ધામથી ઉજવાઈ છે. આ તહેવરામાં માતાની અનેક રૂપની પૂજા કરવામાં આવે છે.
આ તહેવારની ખાસ કરી ગુજરાત હર્ષો ઉલ્લાસ સાથે ઉજવવામાં આવે છે. આ તહેવાર દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દર પણ વર્ષે નવ દિવસનો કઠોર ઉપવાસ રાખે છે. એક પોડકાસ્ટર સાથેની વાતચીતમાં પીએમ મોદીએ નવરાત્રીના ઉપવાસની રીત, તેના ફાયદા અને તેમના અંગત અનુભવો શેર કર્યા હતા. આ વાતચીતે તેમની આધ્યાત્મિક યાત્રા અને ઉપવાસના મહત્વને ઉજાગર કર્યું છે.
પીએમ મોદીનો ઉપવાસ અનુભવ
પીએમ મોદીએ જણાવ્યું કે તેઓ ઉપવાસ પહેલા પાંચથી સાત દિવસ સુધી યોગ અને આયુર્વેદ દ્વારા શરીરની આંતરિક શુદ્ધિ કરે છે. તેઓ ઉપવાસ શરૂ કરતા પહેલા ખૂબ પાણી પીને શરીરને ડિટોક્સ કરે છે.
મોદીએ કહ્યું કે ઉપવાસ તેમના માટે માત્ર ધાર્મિક વિધિ નથી, પરંતુ એક શિસ્તબદ્ધ અનુભવ છે, જે તેમને આંતરિક શાંતિ અને ચેતના આપે છે. તેમણે એમ પણ જણાવ્યું કે ઉપવાસ દરમિયાન તેઓ બાહ્ય ગતિવિધિઓમાં વ્યસ્ત હોવા છતાં, તેમનું મન આંતરિક શાંતિમાં રહે છે, જે એક અનોખો અનુભવ છે.
ઉપવાસનો પ્રારંભ અને પ્રેરણા
પીએમ મોદીએ ઉમેર્યુ કે તેમનો ઉપવાસનો પહેલો અનુભવ બાળપણમાં થયો હતો, જ્યારે તેઓ પ્રાથમિક શાળામાં હતા. તે સમયે મહાત્મા ગાંધીની ગૌરક્ષા ઇચ્છા માટે ચાલેલા એક આંદોલન દરમિયાન દેશભરમાં એક દિવસનો જાહેર ઉપવાસનું એલાન કરવામાં આવ્યું હતું.
આ જાહેર ઉપવાસ દરમિયાન નાની ઉંમરે પણ તેમને ભૂખ ન લાગી અને એક નવી ચેતનાનો અનુભવ થયો. આ અનુભવે તેમને ઉપવાસના વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક મહત્વને સમજવામાં મદદ કરી હતી, અને ત્યારથી તેમણે પોતાને આ શિસ્તમાં ઢાળ્યા. તેમણે ઉમેર્યું કે ઉપવાસ તેમના માટે કોઈ પુસ્તક કે ઉપદેશનું પરિણામ નથી, પરંતુ તેમનો અંગત અનુભવ છે.
ઉપવાસ દરમિયાન કાર્યશક્તિ
મોદીએ જણાવ્યું કે ઉપવાસ દરમિયાન તેમની દૈનિક ગતિવિધિઓ ક્યારેય રોકાતી નથી. ઉલટાનું, તેઓ આ સમયે સામાન્ય કે તેનાથી પણ વધુ કામ કરે છે. તેમણે કહ્યું કે ઉપવાસ દરમિયાન તેમના વિચારો અને ક્રિએટિવિટી વધુ સારી બને છે, અને ક્યારેક તેમને આશ્ચર્ય થાય છે કે આવા નવા વિચારો ક્યાંથી આવે છે.
આ ઉપરાંત, તેમણે એક ફળના નિયમનો ઉલ્લેખ કર્યો, જેમાં વર્ષા ઋતુ દરમિયાન પાચનશક્તિ નબળી થતી હોવાથી, તેઓ દિવસમાં માત્ર એક વખત જ ભોજન લે છે. આ શિસ્ત તેમને શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રાખે છે.
નવરાત્રી અને આધ્યાત્મિક જીવન
પીએમ મોદીની નવરાત્રીની દિનચર્યા એક આધ્યાત્મિક અનુશાસનનું ઉદાહરણ છે, જે શરીર અને મનના સંતુલનને દર્શાવે છે. તેમનો ઉપવાસ માત્ર ધાર્મિક વિધિ નથી, પરંતુ એક એવી પ્રક્રિયા છે જે તેમને આંતરિક શાંતિ અને સ્પષ્ટતા આપે છે.
આ ઉપવાસ દરમિયાન તેઓ યોગ, આયુર્વેદ અને શિસ્તબદ્ધ જીવનશૈલી દ્વારા પોતાની ઉર્જા જાળવી રાખે છે. આ વાતચીતે નવરાત્રીના ઉપવાસના મહત્વને વધુ ઉજાગર કર્યું છે, જે ભક્તો માટે પ્રેરણાદાયી છે.
આ પણ વાંચો…પીએમ મોદીએ કહ્યું દેશમાં આવતીકાલથી જીએસટી બચત ઉત્સવની શરૂઆત…