પીએમ મોદીએ કર્યો ઓપરેશન સિંદૂરનો ઉલ્લેખ, કહ્યું દુશ્મનને કલ્પનાથી પણ વધારે નુકસાન પહોંચાડ્યું

નવી દિલ્હી : સમગ્ર દેશમાં આજે 79માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. જ્યારે દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે લાલ કિલ્લા પરથી સતત 12 મી વખત તિરંગો ફરકાવ્યો હતો. આ પ્રસંગે તેમણે રાષ્ટ્રને સંબોધિત કર્યું હતું. પીએમ મોદીએ સંબોધન દરમિયાન ઓપરેશન સિંદૂરનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે અમારા વીર જવાનોએ દુશ્મનને કલ્પનાથી પણ વધારે નુકસાન પહોંચાડ્યું હતું.
ઓપરેશન સિંદૂર હિન્દુસ્તાનના આક્રોશની અભિવ્યક્તિ
તેમણે વધુમાં જણાવ્યું કે, જે રીતે પહલગામ લોકોને ધર્મ પૂછીને મારવામાં આવ્યા હતા. સમગ્ર હિન્દુસ્તાન આક્રોશમાં હતું. તેમજ ઓપરેશન સિંદૂર આ જ આક્રોશની અભિવ્યક્તિ હતી. તેમણે દેશમાં આત્મ નિર્ભરતાનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે આત્મ નિર્ભરતાએ આત્મ સન્માન સૌથી મોટી અભિવ્યક્તિ છે.
લોહી અને પાણી સાથે નહિ વહે
પીએમ મોદીએ કહ્યું કે, ભારતે નક્કી કરી લીધું કે લોહી અને પાણી સાથે નહિ વહે. દેશવાસીઓને એ ખબર પડી છે કે સિંધુ સમજૂતી કેટલી અન્યાયી હતી. દેશની નદીઓનું પાણી દુશ્મનની ધરતીને સિંચી રહી છે અને અમારા ખેડૂતો પાણી
માટે તરસી રહ્યા છે.
સ્પેશ સ્ટેશન બનાવવા માટે કામ કરી રહ્યા છે
તેમણે કહ્યું કે દેશવાસીઓનો સંકલ્પ સમૃદ્ધ ભારત બનાવી શકે છે. આ રાજકારણનો મંત્ર નથી. ભારતમાં બનેલી વસ્તુઓ જેમાં દેશની માટીની મહેક છે. જેમાં લોકોનો પરસેવો છે. સમૃદ્ધ ભારત માટે પગલાં લેવા સમયની માંગ છે. આ ઉપરાંત તેમણે સ્પેશ મિશનનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમજ કહ્યું હતું કે સુધાંશુ શુકલા સ્પેશ મિશનથી પરત આવ્યા છે. આપણે
પણ સ્પેશમાં જવા માટે અને સ્પેશ સ્ટેશન બનાવવા માટે કામ કરી રહ્યા છે. દેશના ત્રણસોથી વધારે સ્ટાર્ટઅપ સ્પેશ માટે કામ કરી રહ્યા છે.
આ પણ વાંચો….ઓપરેશન સિંદૂર: પાકિસ્તાન સામે અદમ્ય બહાદુરી બદલ 16 BSF જવાનોને વીરતા ચંદ્રક