
પીએમ મોદીએ આજે મનકી બાત કાર્યક્રમમાં યુવાનોને વિકસિત ભારતના સપનાના સાકાર કરવા આગળ આવવા પ્રેરિત કર્યા. તેમણે કહ્યું કે યુવાનોનો આત્મનિર્ભરતા અને વોકલ ફોર લોકલના માધ્યમથી આ સપનાને સાકાર કરી શકાશે. આ ઉપરાંત ચંદ્રયાન-3 ના લેન્ડીગથી લઈને શુભાંશુ શુક્લાના અંતરિક્ષમાંથી પરત ફરવા સુધીની ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો.
ભારત માટે ગૌરવની ક્ષણ
પીએમ મોદીએ આજે મનકી બાત કાર્યક્રમમાં શુભાંશુ શુક્લાની અંતરિક્ષથી પરત ફરવાની ક્ષણને ભારત માટે ગૌરવની ક્ષણ ગણાવી છે. તેમણે જણાવ્યું હતું કે આનાથી બાળકોને વિજ્ઞાન અને અંતરીક્ષને લઈને એક પ્રકારની જીજ્ઞાસા પેદા
થઈ છે. નાના બાળકો પણ કહેવા લાગ્યા છે કે અમે અંતરીક્ષના જઈશું અને ચંદ્ર પર લેન્ડીંગ કરીશું અને અમે અંતરીક્ષ વૈજ્ઞાનિક બનીશું.
આ પણ વાંચો: સ્થૂળતા સામેના વડાપ્રધાન મોદીના અભિયાનને FSSAI અને CBSE નો ટેકો; રાજ્યોને આપ્યા નિર્દેશ…
ચંદ્રયાન-3નું સફળ લેન્ડીગ થયું ત્યારે દેશમાં આવો જ માહોલ
પીએમ મોદીએ તેમના સંબોધનમાં આગળ જણાવ્યું કે, છેલ્લા કેટલાંક અઠવાડિયામાં તે પછી સ્પોર્ટ્સ હોય વિજ્ઞાન હોય કે સંસ્કૃતિ એવું ઘણું બધું બન્યું છે જેની પર ભારતીયોને ગર્વ છે. તેમાં પણ હાલમાં જ શુભાંશુ શુક્લાની અંતરિક્ષમાંથી પરત ફરવાની ઘટનાની ચર્ચા થઈ. જયારે શુભાંશુ શુક્લાના અંતરિક્ષમાંથી પરત ફર્યા ત્યારે લોકો ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા. સમગ્ર દેશ ગૌરવ અનુભવતો હતો. મને યાદ છે આજ રીતે જ્યારે ઓગસ્ટ 2023માં ચંદ્રયાન-3નું સફળ લેન્ડીંગ થયું ત્યારે પણ દેશમાં આવો જ માહોલ હતો. બાળકોમાં વિજ્ઞાન અને અંતરીક્ષને લઈને એક પ્રકારની જીજ્ઞાસા પેદા થઈ છે.
આ પણ વાંચો: મનકી બાતમાં વડા પ્રધાન: અંબાજીના ગબ્બર પર્વત પર બનેલાં શિલ્પો વેસ્ટ ટૂ વેલ્થ માટેના પ્રેરણાસ્ત્રોત
અંતરીક્ષ સ્ટાર્ટઅપની સંખ્યા વધીને 200થી ઉપર
પીએમ મોદીએ વધુમાં જણાવ્યું હતું કે ચંદ્રયાન-3ના લેન્ડીંગ બાદ ઈન્સ્પાયર માનક યોજનામાં શાળાના બાળકોની સંખ્યામાં વધારો થયો છે. દેશના અંતરીક્ષ સ્ટાર્ટઅપની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. પાંચ વર્ષ પૂર્વે 50થી પણ ઓછા
સ્ટાર્ટઅપ હતા આજે અંતરીક્ષ સ્ટાર્ટઅપની સંખ્યા વધીને 200થી ઉપર છે.