આપણું ગુજરાત

મનકી બાતમાં વડા પ્રધાન: અંબાજીના ગબ્બર પર્વત પર બનેલાં શિલ્પો વેસ્ટ ટૂ વેલ્થ માટેના પ્રેરણાસ્ત્રોત

એકતા દિનનું અનેરું મહત્ત્વ સમજાવ્યું, દેશભરમાંથી એકત્રિત
માટીથી દિલ્હીમાં અમૃતવાટિકા બનાવવાનો ઉલ્લેેખ પણ કર્યો

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: રવિવારના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મન કી બાતનો 106ઠ્ઠો એપિસોડ પ્રસારિત થયો હતો. આ એપિસોડમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અંબાજી માતાના મંદિર અને 31મી ઓક્ટોબરે એકતાનગરમાં ઉજવાતા એકતા દિવસની વાત કરી હતી. પીએમ મોદીએ અંબાજીમાં ગબ્બર પર્વતના માર્ગ પર લગાવવામાં આવેલાં શિલ્પોની વિશેષતા સમજાવી હતી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મનકી બાતમાં જણાવ્યું હતું કે બધાએ ગુજરાતના તીર્થક્ષેત્ર અંબાજી મંદિર વિશે તો અવશ્ય સાંભળ્યું જ હશે. તે એક મહત્ત્વપૂર્ણ શક્તિપીઠ છે, જયાં દેશ-વિદેશથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મા અંબાના દર્શન માટે પહોંચે છે. અહીં ગબ્બર પર્વતના રસ્તામાં તમને વિભિન્ન પ્રકારની યોગ મુદ્રાઓ અને આસનોની પ્રતિમાઓ જોવા મળશે. આ પ્રતિમાઓની વિશેષ વાત સમજાવતાં તેમણે જણાવ્યું હતુ કે હકીકતમાં તે સ્ક્રેપથી બનેલાં શિલ્પો છે, એક રીતે ભંગારથી બનેલા અને જે ખૂબ જ અદ્ભુત છે. એટલે કે આ પ્રતિમાઓ વપરાઇ ચૂકેલી, ભંગારમાં ફેંકી દેવામાં આવેલી જૂની ચીજોમાંથી બનાવવામાં આવી છે. અંબાજી શક્તિપીઠ પર દેવીમાના દર્શનની સાથે સાથે આ પ્રતિમાઓ પણ શ્રદ્ધાળુઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની ગઇ છે. આ પ્રયાસની સફળતાને જોઇને વેસ્ટમાંથી આ પ્રકારની કલાકૃતિઓ બનાવી શકે તેવા લોકો માટે ગુજરાત સરકાર એક પ્રતિયોગિતા શરૂ કરીને આવા કસબીઓને આમંત્રિત કરી ગબ્બરથી શરૂ થયેલા વેસ્ટ ટુ વેલ્થ અભિયાન માટે લોકોને પ્રેરિત કરે.
તેમણે સ્ટેચ્યૂ ઓફ યુનિટી પર થતા એકતા દિવસ કાર્યક્રમનો કર્યો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે 31 ઓકટોબરનો દિવસ આપણા બધા માટે ખૂબ જ વિશેષ હોય છે. આ દિવસે આપણા લોખંડી પુષ સરદાર વલ્લભભાઇ પટેલની જયંતી મનાવીએ છીએ. આપણે ભારતવાસી, તેમને અનેક કારણોથી યાદ કરીએ છીએ, અને શ્રદ્ધાપૂર્વક નમન કરીએ છીએ. સૌથી મોટું કારણ છે- દેશનાં 580થી વધુ રજવાડાને જોડવામાં તેમની અતુલનીય ભૂમિકાનું એમ નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું. પ્રત્યેક વર્ષે 31 ઓકટોબરે ગુજરાતમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી પર એકતા દિવસ સાથે જોડાયેલો મુખ્ય સમારોહ થાય અને આ વખતે તો દિલ્હીમાં કર્તવ્ય પથ પર એક ખૂબ જ વિશેષ કાર્યક્રમનું આયોજન થવાની વાત પણ તેમણે કરી હતી. થદરેક ઘરથી માટી સંગ્રહિત કર્યા પછી તેને કળશમાં રાખવામાં આવી અને પછી અમૃત કળશ યાત્રાઓ કાઢવામાં આવી. દેશના ખૂણેખૂણેથી એકત્રિત કરવામાં આવેલી આ માટી, આ હજારો અમૃતકળશ યાત્રાઓ હવે દિલ્હી પહોંચી રહી હોવાનો ઉલ્લેખ કરી વડા પ્રધાને જણાવ્યું હતું કે દિલ્હીમાં તે માટીને એક વિશાળ ભારત કળશમાં ભેગી કરાશે અને આ પવિત્ર માટીથી દિલ્હીમાં અમૃતકાળની યાદ અપાવતી અમૃતવાટિકાનું નિર્માણ થશે. ઉ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આ રાશિના લોકો માટે લકી સાબિત થશે દિવાળી દિવાળી પર રંગોળીમાં બનાવો આવા શુભ પ્રતિકો ધનતેરસના દિવસે લઈ આવો છોડના પાંચ પાંદડા, આર્થિક તંગી થશે દૂર… ઘર ખરીદવા માટે ભારતમાં સૌથી વધુ પોસાય તેવા શહેરોની યાદી

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker