PM Modi અને કતારના અમીર શેખ વચ્ચે હૈદરાબાદ હાઉસમાં યોજાઇ બેઠક

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કતારના અમીર શેખ તમીમ બિન હમદ અલ-થાની સાથે હૈદરાબાદ હાઉસ ખાતે મુલાકાત કરી હતી.
અગાઉ કતારના અમીરને રાષ્ટ્રપતિ ભવનમાં ‘ગાર્ડ ઓફ ઓનર’ આપવામાં આવ્યું હતું અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વડા પ્રધાન મોદી પણ હાજર રહ્યા હતા.
આ પણ વાંચો: પીએમ મોદીએ કતારના અમીર અલ-થાનીનું એરપોર્ટ પર સ્વાગત કર્યું, બે દિવસના પ્રવાસે
વિદેશ મંત્રાલયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર એક પોસ્ટમાં કહ્યું હતું કે “વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હૈદરાબાદ હાઉસ ખાતે કતારના અમીર શેખ તમીમ બિન હમદ અલ-થાનીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું,” આ ભારત-કતારની વિશેષ ભાગીદારીમાં એક નવો સીમાચિહ્નરૂપ છે. નોંધનીય છે કે સોમવારે સાંજે વડા પ્રધાન મોદીએ કતારના અમીરનું એરપોર્ટ પર સ્વાગત કર્યું હતું.
વડા પ્રધાન મોદીએ સોમવારે ‘એક્સ’ પર એક પોસ્ટમાં લખ્યું હતું કે “મારા ભાઈ, કતારના અમીર એચ એચ શેખ તમીમ બિન હમદ અલ થાનીનું સ્વાગત કરવા માટે એરપોર્ટ ગયો હતો. વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે કતારના અમીરની યાત્રા “આપણી વધતી બહુપક્ષીય ભાગીદારીને વધુ વેગ આપશે.”