
દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભૂટાન પ્રવાસથી વતન પરત ફર્યા છે, દિલ્હીમાં લેન્ડ થયાના તુરંત બાદ તેઓ લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન નજીક બોમ્બ વિસ્ફોટના પીડિતોને મળવા માટે લોકનાયક જય પ્રકાશ(LNJP) પહોંચ્યા હતાં. વડાપ્રધાન મોદીએ ઈજાગ્રસ્તોને મળીને તમની તબિયત અંગે પૂછપરછ કરી. વડાપ્રધાન ઈજાગ્રસ્તો ઝડપી સ્વસ્થ થાય એવી પ્રાર્થના કરી.
વડાપ્રધાનની મુલાકાતને ધ્યાનમાં રાખીને LNJP હોસ્પિટલની સુરક્ષા વધારી દેવામાં આવી હતી. હોસ્પિટલના ડૉક્ટરો અને વરિષ્ઠ અધિકારીઓએ વડા પ્રધાનને ઘાયલોની સ્થિતિ માહિતી આપી હતી. તેઓ 20-25 મિનિટ સુધી હોસ્પિટલમાં રહ્યા.
બોમ્બ બ્લાસ્ટમાં ઈજાગ્રસ્ત થયેલા લોકો સાથે મુલાકાત સમયના ફોટો સોશિયલ મીડિયા પર શેર કરતા વડાપ્રધાન મોદી એ લખ્યું, “દિલ્હી બોમ્બ વિસ્ફોટમાં ઘાયલ થયેલા લોકોને મળવા માટે મેં LNJP હોસ્પિટલની મુલાકાત લીધી હતી. તેઓ ઝડપથી સ્વસ્થ થાય એવી પ્રાર્થના કરું છું. આ ષડયંત્ર પાછળના લોકોને સામે કાર્યવાહી કરવામાં આવશે.”
બોમ્બ બ્લાસ્ટ વિષે વડાપ્રધાનનું નિવેદન:
નોંધનીય છે કે સોમવારે સાંજે બોમ્બ બ્લાસ્ટ થયા બાદ મંગળવારે સવારે વડાપ્રધાન મોદી તેમની પૂર્વ આયોજિત ભૂતાન મુલાકાત માટે રવાના થયા હતાં.
ભૂતાનમાં એક સંબોધન દરમિયાન તેમણે કહ્યું, “હું ભારે હૃદય સાથે અહીં આવ્યો છું. દિલ્હીમાં બનેલી ભયાનક ઘટનાથી આપણા બધાને આઘાત લાગ્યો છે. હું આ મૃતકોના પરિવારોનું દુઃખ સમજું છું. આખો દેશ તેમની સાથે ઉભો છે. હું આખી રાત એજન્સીઓ અને મુખ્ય અધિકારીઓ સાથે સંપર્કમાં હતો, માહિતી એકઠી કરવામાં આવી રહી હતી. આ ઘટના પાછળના ગુનેગારોને બક્ષવામાં આવશે નહીં.”
નોંધનીય છે કે વડાપ્રધાન મોદી આજે એક હાય લેવલ બેઠક યોજવાના છે.
આ પણ વાંચો…દિલ્હી વિસ્ફોટમાં આતંકી કેવી રીતે સિક્યોરીટી ચેકમાંથી બચ્યા? ઉઠ્યા અનેક સવાલો…



