કેનેડાના વિદેશ મંત્રી અનિતા આનંદે પીએમ મોદી સાથે મુલાકાત કરી, અનેક મુદ્દાઓ પર થઈ ચર્ચા | મુંબઈ સમાચાર
નેશનલ

કેનેડાના વિદેશ મંત્રી અનિતા આનંદે પીએમ મોદી સાથે મુલાકાત કરી, અનેક મુદ્દાઓ પર થઈ ચર્ચા

નવી દિલ્હી : ભારત અને કેનેડાના સંબધો વચ્ચે ઉભા થયેલા તણાવ વચ્ચે કેનેડાના વિદેશ મંત્રી અનિતા આનંદ આજે નવી દિલ્હીમાં વડાપ્ર્ધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. તેમની વચ્ચે અનેક મુદ્દાઓ પર ચર્ચા પણ થઈ હતી. આ મુલાકાત અંગે પીએમ મોદીએ સોશિયલ મીડિયા એક્સ પર તસવીરો શેર કરી હતી.

કેનેડાના વિદેશ મંત્રી અનિતા આનંદનું સ્વાગત

પીએમ મોદીએ તસવીરો શેર કરતી વખતે લખ્યું, “કેનેડાના વિદેશ મંત્રી અનિતા આનંદનું સ્વાગત છે. પરસ્પર વિકાસ અને સમૃદ્ધિ માટે વેપાર, ટેકનોલોજી, ઉર્જા, કૃષિ અને લોકોના આદાનપ્રદાનમાં સહયોગને મજબૂત કરવાના પગલાંઓ પર ચર્ચા કરી.”

વિદેશ મંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યા બાદ પહેલી ભારત મુલાકાત

આ મુલાકાત અંગે પ્રધાનમંત્રી કાર્યાલય દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, વડાપ્રધાને કેનેડાના વિદેશ મંત્રી અનિતા આનંદનું સ્વાગત કર્યું અને કહ્યું કે તેમની મુલાકાત ભારત-કેનેડા દ્વિપક્ષીય ભાગીદારીને નવી ગતિ આપશે. આ વર્ષે મે મહિનામાં કેનેડાના વિદેશ મંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યા પછી આનંદની આ પહેલી ભારત મુલાકાત છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે બેઠક દરમિયાન પીએમ મોદીએ આ વર્ષે જૂનમાં G-7 સમિટ માટે કેનેડાની તેમની મુલાકાતને યાદ કરી અને કહ્યું કે પ્રધાનમંત્રી માર્ક કાર્ની સાથે તેમની ખૂબ જ ફળદાયી મુલાકાત રહી હતી.

આ પણ વાંચો…કેનેડામાં ખાલિસ્તાનીઓના નિશાન પર ભારતીય ફિલ્મો: થિયેટર પર ગોળીબાર અને આગચંપી

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button