નેશનલ

પીએમ મોદી અને બાંગ્લાદેશના કાર્યકારી વડા મોહમ્મદ યુનુસ વચ્ચે બેંગકોકમા યોજાઇ મહત્વપૂર્ણ બેઠક…

બેંગકોક: ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના થાઈલેન્ડ પ્રવાસે છે. ત્યારે આજે તેમણે થાઇલેન્ડની રાજધાની બેંગકોકમાં બાંગ્લાદેશના કાર્યકારી વડા મોહમ્મદ યુનુસ સાથે બેઠક કરી હતી. આ બંને નેતાઓની આ મુલાકાત ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તન પછી મુહમ્મદ યુનુસને વચગાળાની સરકારના વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા.

લોકો ત્યાં વહેલી ચૂંટણીની માંગ કરી રહ્યા છે.

મોહમ્મદ યુનુસ સત્તામાં આવ્યા ત્યારથી ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના સંબંધો ખૂબ જ તણાવ આવ્યો છે. જોકે, સરહદ પર ઘુસણખોરોની ગતિવિધિઓ પણ વધવા લાગી. આ દરમિયાન દેશની અંદરથી મોહમ્મદ યુનુસ વિરુદ્ધ વલણ જોવા મળી રહ્યું છે. જ્યારે લોકો ત્યાં વહેલી ચૂંટણીની માંગ કરી રહ્યા છે.

મોહમ્મદ યુનુસ છેલ્લા કેટલાક દિવસોથી વડાપ્રધાન મોદીને મળવાનો પ્રયાસ કરી રહ્યા હતા. મોહમ્મદ યુનુસની વિનંતી પર BIMSTEC સમિટ દરમિયાન આ બેઠક નક્કી કરવામાં આવી હતી. અગાઉ રાત્રિ ભોજન દરમિયાન પણ બંને નેતાઓ એકબીજાની બાજુમાં બેઠા જોવા મળ્યા હતા.

આ પણ વાંચો : પીએમ મોદી નિવૃત્ત થશે?: રાઉતના આ નિવેદનનો ફડણવીસે આપ્યો જવાબ

ગુરુવારે રાત્રે BIMSTEC સમિટની બાજુમાં થાઇલેન્ડના વડા પ્રધાન પટોંગટાર્ન શિનાવાત્રાએ ભોજન સમારંભનું આયોજન કર્યું હતું. આ ભોજન સમારંભમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડા મોહમ્મદ યુનુસ સાથે બેઠા જોવા મળ્યા હતા. યુનુસના કાર્યાલયે ચાઓ ફ્રાયા નદીના કિનારે સ્થિત શાંગરી-લા હોટેલમાં મોદીની બાજુમાં બેઠેલા બાંગ્લાદેશના વચગાળાના સરકારના વડાના કેટલાક ફોટોગ્રાફ્સ શેર કર્યા છે.

પીએમ મોદીની યુનુસ સાથેની મુલાકાત મહત્વપૂર્ણ

આ પછી જ શક્યતા વધી ગઈ કે નરેન્દ્ર મોદી બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડા મોહમ્મદ યુનુસ સાથે વાતચીત કરી શકે છે. ગયા વર્ષે ઓગસ્ટમાં વડા પ્રધાન શેખ હસીના દેશ છોડીને ભારત આવ્યા પછી મોદી અને યુનુસ વચ્ચે આ પહેલી મુલાકાત હતી. શેખ હસીનાની હકાલપટ્ટી અને દેશમાં લઘુમતીઓ પરના હુમલાઓ પછી ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના સંબંધોમાં તણાવ વધ્યો છે. તેવા સમયે પીએમ મોદીની યુનુસ સાથેની મુલાકાત મહત્વપૂર્ણ બની રહી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button