પીએમ મોદીએ મન કી બાતમાં કહ્યું, તહેવારોમાં સ્વદેશી વસ્તુઓની ખરીદીમાં ભારે વધારો | મુંબઈ સમાચાર
Top Newsનેશનલ

પીએમ મોદીએ મન કી બાતમાં કહ્યું, તહેવારોમાં સ્વદેશી વસ્તુઓની ખરીદીમાં ભારે વધારો

નવી દિલ્હી : પીએમ મોદીએ આજે મનકી બાત કાર્યક્રમમાં જીએસટી બચત ઉત્સવનો ઉલ્લેખ કર્યો હતો. તેમજ કહ્યું હતું કે આ વર્ષે દિવાળીના તહેવારોમાં સ્વદેશી વસ્તુઓની ખરીદીમાં ભારે વધારો થયો છે. પીએમ મોદીની મન કી બાત કાર્યક્રમનો આજે 127મો એપિસોડ હતો.

તહેવારો દરમિયાન આનંદનું વાતાવરણ

પીએમ મોદીએ કહ્યું, કે લોકોમાં જીએસટી બચત મહોત્સવને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. આ તહેવારો દરમિયાન પણ આવું જ આનંદનું વાતાવરણ જોવા મળ્યું. બજારોમાં સ્વદેશી વસ્તુઓની ખરીદીમાં જબરદસ્ત વધારો થયો છે. મારા પત્રમાં મેં ખાદ્ય તેલના વપરાશમાં 10 ટકા ઘટાડો કરવાનો પણ આગ્રહ કર્યો હતો અને લોકોએ આનો ખૂબ જ સકારાત્મક પ્રતિસાદ પણ આપ્યો છે.

મેન્ગ્રોવ્સનું મહત્વ સમજાવ્યું

આ ઉપરાંત પીએમ મોદીએ મેન્ગ્રોવ્સનું મહત્વ સમજાવ્યું હતું. તેમણે કહ્યું કે જેમ પર્વતો અને મેદાનોમાં જંગલો અસ્તિત્વ ધરાવે છે. જે જમીનને એકસાથે રાખે છે. તેવી જ રીતે દરિયાકિનારા પર મેન્ગ્રોવ્સ પણ એટલા જ મહત્વપૂર્ણ છે. મેન્ગ્રોવ્સ ખારા પાણી અને માર્શલેન્ડ્સમાં ઉગે છે અને દરિયાઈ ઇકોસિસ્ટમનો એક મહત્વપૂર્ણ ભાગ છે. સુનામી અથવા ચક્રવાત જેવી આફતો દરમિયાન આ મેન્ગ્રોવ્સ ખૂબ મદદરૂપ સાબિત થાય છે.

અંબિકાપુરના ગાર્બેજ કાફેના વખાણ કર્યા

પીએમ મોદીએ મન કી બાત કાર્યક્રમમાં જણાવ્યું કે છત્તીસગઢના અંબિકાપુરમાં ગાર્બેજ કાફે ચલાવવામાં આવી રહ્યું છે. આ કાફે એવા છે જ્યાં પ્લાસ્ટિકના કચરાના બદલામાં તમને સંપૂર્ણ ભોજન મળે છે. જો કોઈ એક કિલોગ્રામથી વધુ પ્લાસ્ટિક લાવે છે તો તેને લંચ કે ડિનર આપવામાં આવે છે. જો અડધો કિલોગ્રામ પ્લાસ્ટિક લાવે છે તો તેમને નાસ્તો મળે છે. આ કાફે અંબિકાપુર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચલાવવામાં આવે છે.

આપણ વાંચો:  કેરળના ઇડુક્કીમાં ભૂસ્ખલન, આઠ મકાન ઘરાશાયી એકનું મોત

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button