PM મોદી આજે લોકસભામાં ભાષણ નહીં આપે; સદનની કાર્યવાહી આવતીકાલ સુધી સ્થગિત, જાણો શું છે કારણ….

નવી દિલ્હીઃ લોકસભામાં આજે સાંજે પાંચ વાગ્યે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ભાષણ આપવાના હતા. તેઓ આજે આભાર પ્રસ્તાવ પરની ચર્ચાનો જવાબ આપવાના હતા. આ માટે પીએમ મોદી લોકસભામાં પહોંચી પણ ગયાં હતા.
સંસદમાં તેમનું ભાષણ શરૂ થયા તેના પહેલા જ સદનની કાર્યવાહી આવતીકાલે સવારના 11 વાગ્યા સ્થગિત કરી દેવામાં આવી છે. વિપક્ષ દ્વારા સંસદમાં જોરદાર હંગામો શરૂ કરવામાં આવ્યો હતો, જેના કારણે સદનની કાર્યવાહી સ્થગિત કરી દેવામાં આવી છે.
આપણ વાચો: લોકસભામાં જોરદાર હંગામા વચ્ચે વિપક્ષના 8 સાંસદ સસ્પેન્ડ, વિપક્ષ લાલઘૂમ
વિપક્ષે કેમ હોબાળો મચાવ્યો હતો?
આજે સવારે સંસદમાં કેન્દ્રીય વાણિજ્ય પ્રધાન પીયૂષ ગોયલ ભારત-યુએસ ટ્રેડ ડીલ પર સરકારનો પક્ષ રાખી રહ્યાં હતા, તે દમમિયાન સંસદમાં વિપક્ષી સાંસદોએ હોબાળો શરૂ કર્યો હતો.
ભારત અને અમેરિકાની ટ્રેડ ડીલ પર કેન્દ્રીય વાણિજ્ય પ્રધાન પીયૂષ ગોયલે કહ્યું કે, આ ડીલના કારણે ભારતના ખેડૂતોના હિતને સુરક્ષિત રાખવામાં આવ્યાં છે. જેના પર વિપક્ષે હોબાળો શરૂ કર્યો જેના કારણે સદનની કાર્યવાહી સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આપણ વાચો: લોકસભામાં હંગામા વચ્ચે ‘જી રામ જી બિલ’ પાસઃ વિપક્ષે ફાડી બિલની નકલ
બજેટ સત્રમાં ચર્ચાની જગ્યાએ હંગામો
સદનમાં થોડા દિવસ પહેલા રાહુલ ગાંઘીએ ભૂતપૂર્વ આર્મી ચીફ નરવણેના પુસ્તકની વાત કરી હતી, જેના પર સંસદમાં હોબાળો થયો હતો. આજે વહેલી સવારે રાહુલ ગાંધી ફરીથી ભૂતપૂર્વ આર્મી ચીફ નરવણેના તે પુસ્તક સાથે સંસદ પહોંચ્યા હતાં.
આમ તો સંસદમાં અત્યારે બજેટ સત્ર પર ચર્ચા ચાલી રહી છે, પરંતુ છેલ્લા છ દિવસથી સંસદમાં માત્ર હોબાળો જ થઈ રહ્યો છે. વિપક્ષ દ્વારા દરેક મુદ્દા પર હોબાળો કરવાામાં આવ્યો હતો. આજે પણ પીએમ મોદીના ભાષણ પહેલા સદનની કાર્યવાહી ગુરૂવાર સુધી સ્થગિત કરી દેવામાં આવી છે.



