વડાપ્રધાન મોદી ભૂટાનના બે દિવસીય પ્રવાસે રવાના; આ મહત્વપૂર્ણ કાર્યક્રમોમાં આપશે હાજરી

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મંગળવારે ભૂટાનનાં બે દિવસીય પ્રવાસ માટે રવાના થયા છે. સીમા પર ચીનના વધી રહેલા દબાણ વચ્ચે વડા પ્રધાનનો ભૂતાન પ્રવાસ ખુબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે, તેમનાં પ્રવાસ દરમિયાન બંને દેશો દ્વિપક્ષીય સંબંધો વધુ મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે, બંને દેશો સાથે મળીને એક વિશાળ જળવિદ્યુત યોજના પણ શરુ કરશે.
વડાપ્રધાન મોદી ભૂટાનના રાજા જિગ્મે ખેસર નામગ્યાલ વાંગચુક, તેમના પિતા ચોથા રાજા રાજા જિગ્મે સિંગ્યે વાંગચુક, તથા ભૂતાનના વડા પ્રધાન શેરિંગ ટોબગે સાથે મુલાકાત કરશે. તેઓ ભૂતાનના ચોથા રાજા જિગ્મે સિંગ્યે વાંગચુકના 70મા જન્મદિવસની ઉજવણીમાં પણ જોડાશે.
નવી દિલ્હીથી રવાના થતા પહેલા વડાપ્રધાન મોદીએ X પર પોસ્ટ કરીને લખ્યું, “મને વિશ્વાસ છે કે મારી મુલાકાત આપણી મિત્રતાને વધુ ગાઢ બનાવશે, સહિયારી પ્રગતિ અને સમૃદ્ધિ તરફના આપણા પ્રયાસોને મજબૂત બનાવશે, ભૂટાનના લોકો સાથે જોડાવાનું મારા માટે સન્માનની વાત હશે કારણ કે તેઓ મહામહિમ ચોથા રાજાની 70મી જન્મજયંતિ ઉજવી રહ્યા છે.”
પ્રવાસ દરમિયાન વડાપ્રધાન મોદી ભૂટાનની શાહી સરકાર દ્વારા આયોજિત વૈશ્વિક શાંતિ પ્રાર્થના મહોત્સવમાં ભાગ લેશે. વડાપ્રધાને જણાવ્યું કે તેમના પ્રવાસ દરમિયાન તેઓ પુનાત્સાંગચુ-II હાઇડ્રોપાવર પ્રોજેક્ટના ઉદ્ઘાટનમાં ભાગ લેશે, જે બંને દેશો વછે એનર્જી કોઓપરેશનમાં એક સીમાચિહ્નરૂપ બનશે.
વડાપ્રધાને જણાવ્યું, “આપણી ભાગીદારી અઆપની નેઇબર ફર્સ્ટ નીતિનો મુખ્ય આધારસ્તંભ છે
ભૂતાનમાં ભગવાન બુદ્ધના પવિત્ર પિપ્રાહવા અવશેષોનું પ્રદર્શન યોજવામાં આવી રહ્યું છે, આ અવશેષો ભારતથી ભૂટાન મોકલવામાં આવ્યા હતા. સપ્ટેમ્બરમાં, ભારત અને ભૂતાન સાથે રૂ. 4,000 કરોડથી વધુના ખર્ચે બે ક્રોસ-બોર્ડર રેલ લિંક યોજનાની જાહેરાત કરવામાં આવી હતી. બંને દેશો વચ્ચેની પ્રથમ રેલ કનેક્ટિવિટી પ્રોજેક્ટ હશે. એવામાં સમયે વડાપ્રધાન મોદી ભૂતન મુલાકતે જઈ રહ્યા છે, જે મહત્વપૂર્ણ છે.
આ પણ વાંચો…દિલ્હીમાં કાર બ્લાસ્ટ અંગે વડાપ્રધાન મોદી, અમિત શાહ, રાહુલ ગાંધી અને અન્ય નેતાઓએ શું કહ્યું?



