વડાપ્રધાન મોદીની જોર્ડન મુલાકાત: જોર્ડનિયન કંપનીઓને ભારતમાં રોકાણ માટે આમંત્રણ

અમ્માન: વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ મધ્ય પૂર્વના દેશ જોર્ડનના બે પ્રવાસ પર છે. મુલાકાતના છેલ્લા દિવસે, વડાપ્રધાન મોદીએ જોર્ડનની રાજધાની અમ્માનમાં આયોજિત ભારત-જોર્ડન બિઝનેસ ફોરમમાં ભાગ હાજરી આપી હતી.
આ દરમિયાન તેમણે જોર્ડનની કંપનીઓને ભારતમાં રોકાણ કરવા આમંત્રણ આપ્યું હતું. વડાપ્રધાન મોદીએ કહ્યું કે ભારત જોર્ડનનો ત્રીજો સૌથી મોટો ટ્રેડ પાર્ટનર છે. તેમને આ સંબંધોને આગળ વધારવા પર ભાર મુક્યો.
ભારત-જોર્ડન બિઝનેસ ફોરમમાં હાજર નેતાઓ, અધિકારીઓ અને ઉદ્યોગપતિઓ સંબોધતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે બિઝનેસ માટે આંકડાઓ મહત્વપૂર્ણ છે, પરંતુ તેઓ લાંબા ગાળાના સંબંધો સ્થાપવા માટે જોર્ડન આવ્યા છે.
આપણ વાચો: ‘INS વિક્રાંત ભારતની શક્તિનું પ્રતિક…’ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નૌકાદળના જવાનો સાથે દિવાળી ઉજવી
ભારત-જોર્ડનનો સંબંધ ઐતિહાસિક:
વડાપ્રધાન મોદીએ ભારત અને જોર્ડન વચ્ચેના ઐતિહાસિક સંબંધોને પુનર્જીવિત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. વડાપ્રધાન મોદીએ કહ્યું, “ભારત અને જોર્ડન વચ્ચેનો સંબંધ સાથે ઐતિહાસિક વિશ્વાસ અને ભવિષ્યની આર્થિક તકો જોડાયેલી છે.
ભૂતકાળમાં ગુજરાતથી યુરોપ વચ્ચે વેપાર પેટ્રા મારફતે થતો હતો. ભવિષ્યની સમૃદ્ધિ માટે આપણે જૂના સંબંધોને પુનર્જીવિત કરવાની જરૂર છે.”
આપણ વાચો: 56 વર્ષમાં ગુયાનાની મુલાકાત લેનાર પ્રથમ ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી
જોર્ડનિયન કંપનીઓને રોકાણ માટે આમંત્રણ:
જોર્ડનની કંપનીઓને ભારતમાં રોકાણ કરવા આમંત્રણ આપતા વડાપ્રધાન મોદીએ કહ્યું, “તમે ભારતમાં રોકાણ પર સારા વળતરની આશા રાખી શકો છો, કારણ કે ભારત 8 ટકાથી વધુ દરે વિકાસ કરી રહ્યો છે. ટૂંક સમયમાં ભારત વિશ્વનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બની જશે. જોર્ડનની કંપનીઓ ભારતનની વિકાસગાથાનો ભાગ બનવા માટે આમંત્રણ પાઠવું છું”.
આ ક્ષેત્રે સહયોગ પર ભાર:
વડાપ્રધાન મોદીએ એ એમ પણ કહ્યું કે, “જોર્ડનમાં ભારતીય કંપનીઓ દવાઓ અને મેડીકલ ઇક્વિપમેન્ટ્સનું પણ ઉત્પાદન કરી શકે છે. જેનાથી જોર્ડનના લોકોને ફાયદો થશે. જોર્ડન પશ્ચિમ એશિયા અને આફ્રિકા માટે એક વિશ્વસનીય કેન્દ્ર પણ બની શકે છે.”
વડાપ્રધાન મોદીએ બંને દેશો વચ્ચે કૃષિ ક્ષેત્રે પણ સહયોગ વધારવા પર બહાર મુક્યો. વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે ભારતનો અનુભવ જોર્ડન માટે ફાયદાકારક સાબિત થઇ શકે છે.
વડાપ્રધાન મોદી જોર્ડન બાદ ઇથોપિયા અને ઓમાનની મુલાકાતે જશે.



