પીએમ મોદીએ દેશના પ્રથમ વર્ટીકલ સી-બ્રિજનું ઉદ્ઘાટન કર્યું, જાણો તેની વિશેષતાઓ….

નવી દિલ્હી : દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે તમિલનાડુના રામેશ્વરમને રેલ્વે દ્વારા જોડતા નવા પંબન બ્રિજનું ઉદ્ઘાટન કર્યું. આ 2.07 કિલોમીટર લાંબો પુલ ભારતનો પ્રથમ વર્ટિકલ સી બ્રિજ છે. નવો પંબન પુલ 100 વર્ષ સુધી 80 કિમી પ્રતિ કલાકની ઝડપે ટ્રેન ચલાવવા માટે સક્ષમ છે. પીએમ મોદીએ વર્ષ 2019મા પંબન પુલનો શિલાન્યાસ કર્યો હતો અને 5 વર્ષમાં દરિયા પર તેનું નિર્માણ કાર્ય પૂર્ણ થયુ છે.
પંબન બ્રિજની વિશેષતાઓ
- આ બ્રિજ 2.07 કિલોમીટર લાંબો છે. જેમાં 18.3 મીટરના 99 સ્પાન અને 72.5 મીટરનો એક વર્ટિકલ લિફ્ટ સ્પાન
- આ બ્રિજ જૂના પુલ કરતા 3 મીટર ઊંચો
- બ્રિજ નીચેથી મોટા જહાજો સરળતાથી પસાર થઈ શકશે
- બ્રિજ નિર્માણમાં આધુનિક ટેકનોલોજી અને પોલિસીલોક્સેન પેઇન્ટનો ઉપયોગ કરાયો
- નવો પંબન બ્રિજ 100 વર્ષ સુધી 80 કિમી પ્રતિ કલાકની ઝડપે ટ્રેન સંચાલન માટે સલામત
- બ્રિજ પર ટ્રેનો 160 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડશે
- બ્રિજ વચ્ચેથી ખુલશે જેથી જહાજો પસાર થઈ શકશે
- આ બ્રિજનું નિર્માણ 5 વર્ષમાં પૂર્ણ કરાયું.
- તેનો બાંધકામ ખર્ચ રૂપિયા 535 કરોડ
પીએમ મોદીએ 2019 માં શિલાન્યાસ કર્યો હતો
પીએમ મોદીએ વર્ષ 2019 મા પંબન પુલનો શિલાન્યાસ કર્યો હતો. આવા પ્રોજેક્ટ્સને પૂર્ણ થવામાં સામાન્ય રીતે દાયકાઓ લાગે છે. જેના કારણે ખર્ચ અનેકગણો વધી જાય છે. જોકે, આ બ્રિજનું કામ રેકોર્ડ ટાઇમમા પાંચ વર્ષમાં પૂર્ણ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: આજે વડા પ્રધાન જેનું ઉદ્ઘાટન કરશે તે દેશના પહેલા વર્ટીકલ સી બ્રિજ વિશે આ જાણો છો?
છેલ્લા 10 વર્ષમાં દેશે ઘણી નવી ઊંચાઈઓ હાંસલ કરી
રેલવેના માહિતી અને પ્રચાર વિભાગના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર દિલીપ કુમારે જણાવ્યું હતું કે છેલ્લા 10 વર્ષમાં દેશે ઘણી નવી ઊંચાઈઓ હાંસલ કરી છે. આ સમયગાળા દરમિયાન ભારતીય રેલ્વેએ નવા રેકોર્ડ પણ બનાવ્યા છે. વંદે ભારત, અમૃત ભારત અને નમો ભારત ટ્રેનોએ દેશને એક નવું વિકસિત પરિમાણ આપ્યું છે. કાશ્મીર સુધી સીધી રેલ સેવા માટે ચેનાબ અને અંજી પુલના નિર્માણથી દેશનું ગૌરવ વધ્યું છે.
પંબન પુલે દેશની માળખાગત સુવિધાને નવી ઓળખ આપી
તેવી જ રીતે, દક્ષિણમાં રામેશ્વરમને જમીનને સાથે જોડતા નવા પંબન પુલે દેશના માળખાગત સુવિધાને એક નવી ઓળખ આપી છે. મોટા પ્રોજેક્ટ્સનું સફળતાપૂર્વક પૂર્ણ થવું એ સાબિત કરે છે કે દેશનો વિકાસ યોગ્ય દિશામાં ઝડપથી આગળ વધી રહ્યો છે. આ પુલનું નિર્માણ એક મુશ્કેલ કાર્ય હતું કારણ કે તે દરિયાઈ મોજાના પડકારને પાર કરી શક્યું હતું.