નેશનલ

જમ્મુ કાશ્મીરમાં શનિવારે પીએમ મોદી કરશે વંદે ભારત ચેર કારનું લોકાર્પણ, જાણો તેની વિશેષતાઓ

જમ્મુ : ભારતીય રેલવે દ્વારા દેશના અલગ અલગ રાજ્યમા દોડવવામાં આવી રહેલી વંદે ભારત ટ્રેનને મુસાફરો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ત્યારે શનિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી જમ્મુ કાશ્મીર માટે વંદે ભારત ચેર કારનું લોકાર્પણ કરશે. આ વંદે ભારત ટ્રેન કટરા થી શ્રીનગર વચ્ચેનું અંતર ત્રણ કલાકમાં કાપશે. જ્યારે રોડ માર્ગે કટરા થી શ્રીનગર વચ્ચેનું અંતર કાપતા છ કલાકથી વધુ સમય થાય છે.

વિન્ડશિલ્ડમા હીટિંગ એલિમેન્ટ્સ

આ નવી શરૂ થનારી વંદે ભારત ટ્રેનની સુવિધાઓ અંગે જણાવતા રેલવે અધિકારીએ જણાવ્યું હતું કે કાશ્મીર રૂટ પર દોડનારી વંદે ભારત ટ્રેન સંપૂર્ણપણે ખાસ અને અલગ હશે. આ ટ્રેનના વિન્ડશિલ્ડમાં હીટિંગ એલિમેન્ટ્સ, પાણીમાં સિલિકોન હીટિંગ પેડ્સ અને બાયો-ટોઇલેટ ટાંકીઓ, ગરમ પાણી માટે પાઇપલાઇન અને ભારતીય શૌચાલયોમાં હીટરનો સમાવેશ થાય છે.

આ ટ્રેનમા કુલ આઠ કોચ હશે

વંદે ભારત અપગ્રેડ્ ચેર કાર ટ્રેન સમગ્ર વર્ષ દોડવા માટે સક્ષમ છે. જે કાશ્મીરમાં તીવ્ર ઠંડીમા પણ દોડશે.આ ટ્રેનમા કુલ આઠ કોચ હશે. જે બે ક્લાસમા વિભાજીત કરવામાં આવ્યા છે. એક એક્ઝિક્યુટિવ ક્લાસ કોચ હશે અને સાત એસી ચેર કાર કોચ હશે.

આ પણ વાંચો: પીએમ મોદીએ વારાણસીને આપી કરોડો રૂપિયાની વિકાસ યોજનાઓની ભેટ, કહ્યું કાશી હવે સ્વાસ્થ્યની રાજધાની

ખરાબ હવામાનમાં ટ્રેન કનેક્ટિવિટી જાળવી રાખશે

જમ્મુ કાશ્મીરમા શિયાળા દરમિયાન તાપમાન શૂન્યથી નીચે જવાને કારણે અસામાન્ય હવામાનના કારણે વંદે ભારત ટ્રેનમાં ખાસ ફેરફારો કરવામાં આવ્યા છે. આ ખાસ ટ્રેન ખરાબ હવામાનમાં પણ ટ્રેન કનેક્ટિવિટીને જાળવી રાખશે. આ ટ્રેન શરૂઆતમાં દિવસમાં એકવાર દોડશે અને જરૂરિયાત અને માંગણીના આધારે પરિવર્તન પણ કરી શકાશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button