નેશનલ

PM Modiની રમૂજે સૌ કોઈને હસાવ્યા, જાણો અમદાવાદીઓ વિશે શું કહ્યું

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી જેટલા ભારે ભરખમ ભાષણો આપે છે અને જેટલી ગંભીર વાતો દેશ-દુનિયા સામે મૂકી શકે છે તેટલી જ સહજતાથી તેઓ લોકોને પોતાના વાકચાતુર્ય અને હાજરજવાબીપણાથી હસાવી પણ શકે છે. દેશના મુખ્યા હોવાનો ભાર હંમેશાં માથે લઈને ન ફરતા વડા પ્રધાને ફરી ઓડિયન્સને હસાવી હતી. પ્રસંગ હતો નેશનલ ક્રિએટર્સ અવોર્ડ ફંકશન. દિલ્હી ખાતે Prime Minister નરેન્દ્ર મોદી મંડપમ ખાતે પહેલી વાર યોજાયેલા આ એવોર્ડ સમારંભમાં છવાઈ ગયા હતા.

આ સમારંભમાં શાસ્ત્રીય ગાયિકા મૈથિલી ઠાકુર (Maithili Thakur) ને કલ્ચરલ એમ્બેસેડર ઓફ ધ યરનો એવોર્ડ આપવામાં આવ્યો. મૈથિલી જ્યારે એવોર્ડ લેવા આવી ત્યારે વડા પ્રધાને તેને ગીત ગાવાની વિનંતી કરી અને કહ્યું કે તુમ હી કૂછ સુના દો. લોગ મુજે સુન સુનકર તો થક જાતે હૈ. તેના જવાબમાં મૈથિલીએ જ્યારે ગીત ગાવાની હા પાડી ત્યારે મોદી ફરી બોલ્યા, અચ્છા તો લોગ થક જા હૈ ના. આ સાંભળી નાનકડી મૈથિલીને સમજ ન પડી કે શું જવાબ આપું.
આવી જ રીતે અમદાવાદની Pankti Pandeyને ગ્રીન ચેમ્પિયન ઓફ ધ યરનો એવોર્ડ આપતા સમયે વડા પ્રધાને અમદાવાદીઓ પર એક જોક સંભાળવ્યો. તેમણે કહ્યું કે એક ભાઈ ટ્રેનમા મુસાફરી કરતા હતા. ઉપરના બર્થમાંથી તેમણે બહાર બારી પાસે ઊભેલા એકને પૂછ્યું કે ક્યુ સ્ટેશન આવ્યું, ત્યારે પેલા માણસે કહ્યું કે ચાર આના આપો તો કહું. આ પરથી પ્રવાસી સમજી ગયો કે અમદાવાદ આવ્યું છે. જોકે તેમણે કહ્યું કે આ વાત હું મારા નાનપણથી સાંભળતો આવ્યો છું, પણ માનતો નથી.


The National Creators Award સ્ટોરી ટેલિંગ, સામાજિક સુધારના પ્રયાસો, પર્યાવરણના જતનના પ્રયાસો, રમતગમત, શિક્ષણ વગેરે ક્ષેત્રમાં આગવું પ્રદાન કરનારાને આપવામાં આવે છે.


20 અલગ અલગ કેટેગરીમાંથી 1.5 લાખ નોમિનેશન આવ્યા હતા. દસ લાખ જેટલા વૉટર્સે ડિજિટલ વૉટિંગ કર્યું હતું. જેમાં ત્રણ આંતરરાષ્ટ્રીય સહિત 23 વિજેતા નક્કી કરવામાં આવ્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button