આજે ભલે આખી દુનિયા વેલેન્ટાઈન્સ ડેની ઉજવણી કરી રહી હોય, પણ એક સાચા ભારતીય નાગરિક માટે બ્લેક વેલેન્ટાઈન્સ ડે છે. આજના જ કાળમુખા દિવસે પાંચ વર્ષ પહેલાં જમ્મુ કાશ્મીરના પુલવામા જિલ્લામાં થયેલા આતંકવાદી હુમલામાં CRPFના 40 જવાનોએ શહદી વહોરી લીધી હતી.. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ભારતમાતાના આ સપૂત વીર પુત્રોને યાદ કરીને તેમને શ્રધ્ધાંજલિ આપી હતી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ જવાનોને શ્રધ્ધાંજલિ આપતાં પોસ્ટ કર્યું હતું કે, ‘હું પુલવામામાં શહીદ થયેલા વીરોને શ્રદ્ધાંજલિ આપું છું. દેશને આ જવાની સેવા અને બલિદાન હંમેશા યાદ રહેશે. આજે જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં થયેલા આતંકવાદી હુમલાને પાંચ વર્ષ પૂર્ણ થયા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે પુલવામા આતંકવાદી હુમલો 14મી ફેબ્રુઆરી, 2019ના રોજ થયો હતો અને આ હુમલાને ભારત પર અત્યાર સુધમાં કરવામાં આવેલા સૌથી ભયાનક આતંકવાદી હુમલાઓમાંથી એક માનવામાં આવે છે. કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહે પણ પુલવામા હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રધ્ધાંજલિ આપતા બ્લેક ડે 14 feb એવી પોસ્ટ કરી હતી.
આજના જ આ કાળમુખા દિવસે, આતંકવાદીઓએ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ના કાફલાને 200 કિલો વિસ્ફોટકથી ભરેલા વાહન સાથે ટાર્ગેટ કર્યું હતું. આતંકી હુમલામાં CRPFના 40 જવાનો શહીદ થયા હતા, જ્યારે 35 જવાનો ઘાયલ થયા હતા. CRPFના કોનવોયમાં 78 વાહનો હતા, જેમાં 2500થી વધુ જવાનો મુસાફરી કરી રહ્યા હતા.
પુલવામામાં થયેલા આ આતંકવાદી હુમલાની જવાબદારી પાકિસ્તાનમાં આવેલા આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદે લીધી હતી. આ આતંકી સંગઠનનો વડા મસૂદ અઝહર છે. ભારતે પુલવામામાં થયેલા આતંકવાદી હુમલાનો બે અઠવાડિયાથી ઓછા સમયમાં જવાબ આપ્યો હતો અને ઉરીમાં સર્જીકલ સ્ટ્રાઇક કરીને ભારતીય વાયુસેનાના જવાનોએ પાકિસ્તાનમાં ઘૂસીને આતંકવાદી સંગઠનના ઠેકાણાઓને નષ્ટ કરી દીધા હતા…
I pay homage to the brave heroes who were martyred in Pulwama. Their service and sacrifice for our nation will always be remembered.
— Narendra Modi (@narendramodi) February 14, 2024