
પોર્ટ ઓફ સ્પેન : વડા પ્રધાન નરેન્દ્ર મોદી અત્યારે સૌથી લાંબા પાંચ દેશોના પ્રવાસે ગયેલા છે. આ દરમિયાન ઘાના દેશે ત્યાના સર્વોચ્ચ સન્માનથી પીએમ મોદીનું સન્માન કર્યું છે. આ સાથે પીએમ નરેન્દ્ર મોદીને ત્રિનિદાદ અને ટોબેગોના સર્વોચ્ચ નાગરિક સન્માન ‘ધ ઓર્ડર ઓફ ધ રિપબ્લિક ઓફ ત્રિનિદાદ એન્ડ ટોબેગો’ થી સન્માનિત કરવામાં આવ્યા હતા. પાંચ દેશોના પ્રવાસના બીજા તબક્કામાં કેરેબિયન ટાપુ રાષ્ટ્રની બે દિવસીય મુલાકાતે આવેલા મોદીને તેમના વૈશ્વિક નેતૃત્વ, ભારતીય ડાયસ્પોરા સાથેના તેમના ઊંડા જોડાણ અને કોવિડ-19 રોગચાળા દરમિયાન તેમના માનવતાવાદી પ્રયાસો માટે આ સન્માન આપવામાં આવ્યું હતું. ભારત માટે આ ખૂબ જ સન્માનની વાત છે.
આ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, મને ‘ઓર્ડર ઓફ ધ રિપબ્લિક ઓફ ત્રિનિદાદ એન્ડ ટોબેગો’ થી સન્માનિત થવાનો ગર્વ છે. હું 140 કરોડ ભારતીયો વતી તેનો સ્વીકાર કરું છું’. મહત્ની વાત એ છે કે, આ સન્માનની ઘોષણા ત્રિનિદાદ એન્ડ ટોબેગોના વડા પ્રધાને ગુરુવારે કરી હતી. એટલું જ નહીં પરંતુ વડા પ્રધાનની આ યાત્રાને ખૂબ જ ગૌરવશાળી અને ઐતિહાસિક ગણાવી છે.
પીએમ મોદીને આપવામાં આવેલો આ 25મો આંતરરાષ્ટ્રીય સન્માન
ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અનેક દેશે ત્યાના સર્વોચ્ચ એવોર્ડથી સન્માનિત કર્યાં છે. 26 વર્ષ પછી એટલે કે, 1999 પછી ત્રિનિદાદ અને ટોબેગોની આ કોઈ ભારતીય વડા પ્રધાનની પહેલી દ્વિપક્ષીય મુલાકાત છે. પીએમ નરેન્દ્ર મોદી ઘાના, ત્રિનિદાદ અને ટોબેગો રિપબ્લિક દ્વારા ‘ધ ઓર્ડર ઓફ ધ રિપબ્લિક ઓફ ત્રિનિદાદ એન્ડ ટોબેગો’થી સન્માનિત થનારા પ્રથમ વિદેશી નેતા બન્યા છે. વડા પ્રધાન મોદીને આપવામાં આવેલો આ 25મો આંતરરાષ્ટ્રીય સન્માન છે. ઘાનામાં એક દિવસ પહેલા, મોદીને દેશના રાષ્ટ્રીય સન્માન ‘ધ ઓફિસર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર ઓફ ઘાના’થી સન્માનિત કરવામાં આવ્યા હતા. આજે ત્રિનિદાદ અને ટોબેગો રિપબ્લિક સન્માનિત કરવામાં આવ્યાં છે.
પીએમ મોદી દ્વારા આ ઐતિહાસિક ક્ષણની તસવીરો એક્સ પર શેર કરવામાં આવી છે. પીએમ મોદીને તેમના ત્રિનિદાદ અને ટોબેગો સમકક્ષ કમલા પ્રસાદ-બિસેસર દ્વારા આયોજિત રાત્રિભોજન દરમિયાન સોહરી પાન પર ભોજન પીરસવામાં આવ્યું હતું. એક્સ પર પોસ્ટ કરતા પીએમ મોદીએ લખ્યું કે, વડા પ્રધાન કમલા પ્રસાદ-બિસેસર દ્વારા આયોજિત રાત્રિભોજનમાં સોહરી પાન પર ભોજન પીરસવામાં આવ્યું હતું, જે ત્રિનિદાદ અને ટોબેગોના લોકો માટે, ખાસ કરીને ભારતીય મૂળના લોકો માટે ખૂબ જ સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે. અહીં, તહેવારો અને અન્ય ખાસ કાર્યક્રમો દરમિયાન ઘણીવાર આ પાન પર ભોજન પીરસવામાં આવે છે’.