5 વર્ષ બાદ પીએમ મોદી અને શી જિનપિંગે કરી દ્વિપક્ષીય મુલાકાત, જાણો શું થઈ ચર્ચા | મુંબઈ સમાચાર

5 વર્ષ બાદ પીએમ મોદી અને શી જિનપિંગે કરી દ્વિપક્ષીય મુલાકાત, જાણો શું થઈ ચર્ચા

કઝાનઃ રશિયાના કઝાન શહેરમાં BRICS સમિટનું આયોજન થયું હતું. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને સત્રની શરૂઆતમાં નેતાઓને સંબોધિત કર્યા. રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પોતાના સંબોધનમાં કહ્યું કે 30 થી વધુ દેશોએ બ્રિક્સમાં સામેલ થવાની ઈચ્છા વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું હતું કે આ જૂથ કાર્યક્ષમતા જાળવવાની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને બેઠકમાં તેના વિસ્તરણ અંગે ચર્ચા કરશે.

આ પણ વાંચો: બ્રિક્સમાં પીએમ મોદીએ રોકડું પરખાવ્યું, આતંકવાદ મુદ્દે બેવડું વલણ નહીં ચાલે

40 મિનિટ કરી ચર્ચા
જે બાદ પીએમ મોદી અને શી જિનપિંગ વચ્ચે દ્વિપક્ષીય મંત્રણા થઈ હતી. ગલવાન ઘાટી હિંસા બાદ ચીન અને ભારત વચ્ચે રાષ્ટ્ર અધ્યક્ષ સ્તરની આ પ્રથમ દ્વિપક્ષીય બેઠક હતી. બંને નેતાઓ વચ્ચે આશરે 40 મિનિટ સુધી ચર્ચા કરી હતી.

આ પણ વાંચો: BRICS Summit: પુતિને એવું શું કહ્યું કે પીએમ મોદી હસી પડ્યા?

પીએમ મોદીએ શું કહ્યું.
કઝાનમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત બાદ વડાપ્રધાન મોદીએ કહ્યું, સારા સંબંધો માટે પરસ્પર સન્માન જરૂરી છે. એલએસી પર થયેલી સમજૂતીનું અમે સ્વાગત કરીએ છીએ. વૈશ્વિક શાંતિ અને સ્થિરતા માટે ભારત-ચીનના સંબંધ જરૂરી છે. 5 વર્ષ બાદ અમારી મુલાકાત થઈ છે. અમે સરહદ પર શાંતિની પહેલનું સ્વાગત કરીએ છીએ.

PM મોદી અને શી જિનપિંગે 5 વર્ષ પછી દ્વિપક્ષીય વાતચીત કરી

પીએમ મોદી અને શી જિનપિંગ વચ્ચે લગભગ 5 વર્ષ બાદ રશિયાના કઝાનમાં આ દ્વિપક્ષીય વાતચીત થઈ હતી. ગલવાન ખીણમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે લોહિયાળ અથડામણ બાદ બંને નેતાઓ વચ્ચે કોઈ સત્તાવાર દ્વિપક્ષીય વાતચીત થઈ નથી. જોકે, બંને નેતાઓ વચ્ચે બે વખત ટૂંકી વાતચીત થઈ હતી. પ્રથમ વખત, નવેમ્બર 2022 માં બાલી, ઇન્ડોનેશિયામાં G20 સમિટ દરમિયાન અને બીજી વખત ઓગસ્ટ 2023 માં દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં BRICS સમિટ દરમિયાન બંને નેતાઓ વચ્ચે ઔપચારિક વાતચીત થઈ હતી, પરંતુ દ્વિપક્ષીય વાતચીત થઈ નથી. થોડા દિવસો પહેલા જ ભારત અને ચીન વચ્ચે સરહદી તણાવમાં ઘટાડો અને LAC વિવાદ પર સમજૂતીના સમાચાર આવ્યા હતા. આ પછી ભારત અને ચીનના રાષ્ટ્રાધ્યક્ષો વચ્ચેની આ વાતચીત ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે..



સંબંધિત લેખો

Back to top button