બિહારમાં પીએમ મોદીએ વિપક્ષ કર્યા આકરા પ્રહાર, કહ્યું હવે લાલ ટેનની જરુર નથી...
Top Newsનેશનલ

બિહારમાં પીએમ મોદીએ વિપક્ષ કર્યા આકરા પ્રહાર, કહ્યું હવે લાલ ટેનની જરુર નથી…

સમસ્તીપુર : બિહારમાં આગામી વિધાનસભા ચૂંટણીમાં એનડીએ દ્વારા પ્રચાર અભિયાન તેજ કરવામાં આવ્યું છે. જેમાં આજે પીએમ મોદીએ બિહારના સમસ્તીપુરના જનસભાને સંબોધિત કરી હતી. તેમજ વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા હતા. પીએમ મોદીએ લાલુ યાદવના પરિવારને આડે હાથે લીધો હતો.

તેમજ કહ્યું હતું કે મારે તમને જણાવવાની જરૂર નથી કે તેમણે શું કર્યું છે. આ લોકો હજારો કરોડના ગોટાળામાં કેસમાં જામીન પર છે. તેમણે તો જન નાયકની ઉપાધિ પર ચોરી લીધી છે. પરંતુ બિહાર લોકોને તેને સહન નહી કરે. આ લોકોએ બિહારના લોકોના ભવિષ્ય સાથે રમત રમી છે. જયારે એનડી સરકાર વિકાસ માટે પ્રતિબદ્ધ છે.

રાજદ સરકાર 10 વર્ષ સુધી બદલો લેતી રહી

આ ઉપરાંત પીએમ મોદીએ બિહારના સીએમ નીતિશ કુમારના વખાણ કર્યા હતા. તેમણે કોંગ્રેસ અને રાષ્ટ્રીય જનતા દળ(રાજદ) સરકારને આડે હાથે લીધી હતી. તેમણે કહ્યું કે યુપીએ સરકારે બિહારન નુકસાન પહોંચાડવામાં કોઈ કમી નહોતી રાખી.

રાજદ સરકાર 10 વર્ષ સુધી તમારી જોડે બદલો લેતી રહી. રાજદ વાળા કોંગ્રેસને ધમકાવતા હતા કે તમે નીતિશ કુમારની કોઈ વાત માની તો અમે તમને સમર્થન નહી આપીએ. રાજદે બિહારનો વિકાસ ના થવા દીધો. જયારે નીતિશ કુમાર દિવસ રાત બિહાર માટે કામ કરી રહ્યા છે.

હવે લાલ ટેનની જરૂર નથી

આ ઉપરાંત પીએમ મોદી જનસભાને સંબોધિત કરતા લોકોને મોબાઈલની ફ્લેશ ચાલુ કરવા જણાવ્યું હતું. તેમજ તેની બાદ તેમણે કટાક્ષ કહ્યું હતું કે હવે એટલી લાઈટો છે કે લાલ ટેનની જરૂર નથી. આજે ભારતમાં સૌથી સસ્તું ઇન્ટરનેટ છે. એક કપ ચાની કિંમતમાં એક જીબી ડેટા ઉપલબ્ધ છે.

આ પણ વાંચો…‘અબકી બાર મોદી સરકાર’, થી ‘મિલે સૂર મેરા તુમ્હારા’ સુધીના કેમ્પેઈન માસ્ટર એડ ગુરુ’ પીયૂષ પાંડેનું નિધન:

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button