PM મોદીએ નિતીશ કુમાર સાથે પટણામાં યોજ્યો રોડ શો, લાલુ યાદવે કર્યો કટાક્ષ
![pm modi release the 17th installment samman nidhi](/wp-content/uploads/2024/05/pm_modi_roadshow_in_patna_1715524758.webp)
પટણા: દેશમાં લોકસભા ચૂંટણી (Lok sabha election2024)ના ચોથા તબક્કા માટે સોમવારે મતદાન થશે. આ પહેલા રવિવારે સાંજે વડાપ્રધાન મોદી બિહારના પાટનગર પટણામાં રોડ શો કરી રહ્યા છે. પીએમ મોદીના રોડ શો દરમિયાન પટણાની સડકો પર મોટી સંખ્યામાં જનમેદની ઉમટી છે. આ રોડ શોમાં પીએમ મોદીની સાથે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર અને પટણા સાહિબથી ભાજપના સાંસદ રવિશંકર પ્રસાદ પણ જોડાયા છે.
રોડ શોનો પ્રારંભ કર્યો તે પહેલા પીએમ મોદીએ બેઈલી રોડ પર હાઈકોર્ટ નજીક આવેલી બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ પછી તે ઈન્કમટેક્સ ગોલંબર પહોંચ્યા હતા. વડા પ્રધાન મોદીનો રોડ શો કદમકુઆં થઈને ગાંધી મેદાન જેપી ગોલંબર ખાતે સમાપ્ત થશે.
પટણામાં યોજાયેલા પીએમ મોદીના આ રોડ શોમાં ભાજપના કાર્યકર્તાઓ જ નહીં પણ તેના સાથી પક્ષ જદયુ અને લોજપાના કાર્યકર્તાઓમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો છે, આ તમામ સાથી પક્ષો દ્વારા આને લઈને તૈયારી કરવામાં આવી છે.
જો કે મોદી-નિતિશના આ રોડ શોને લઈને લાલુ યાદવે કટાક્ષ કર્યો હતો, તેમણે કહ્યું કે તેમના આ નુક્કડ નાટકથી બિહારને શું લાભ થશે, આરજેડીના પ્રમુખે વધુમાં કહ્યું કે આ બિહાર છે ત્રણ તબક્કામાં પીએમ મોદીને રસ્તા પર લાવી દીધા છે, બાકી રહેલા તબક્કામાં તેમને ગલી-ગલીમાં ચક્કર લગાવતા કરી દેશે.