નેશનલ

પીએમ મોદીને રશિયાના સર્વોચ્ચ નાગરિકનું મળ્યું સન્માન

મોસ્કોઃ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી રશિયાની મુલાકાતે છે, ત્યારે તાજેતરમાં પીએમ મોદીને રશિયાના સર્વોચ્ચ નાગરિકનું સન્માન ઓર્ડર ઓફ સેન્ટ એન્ડ્રયુ ધ એપોસ્ટલથી સન્માનિત કરવામાં આવ્યા. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયા અને ભારત વચ્ચેની દોસ્તી અને ભાગીદારીને મજબૂત કરવાના પ્રયાસો માટે સર્વોચ્ચ નાગરિક સન્માનિત કરવામાં આવ્યા છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આ સન્માન રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન દ્વારા આપવામાં આવ્યું છે. પીએમ મોદીએ આ સન્માન ભારતના 140 કરોડ ભારતીય લોકોનું સન્માન ગણાવ્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સન્માન ભારત અને રશિયા વચ્ચેની વેપારી ભાગીદારી અને દોસ્તીને મજબૂત કરવાના પ્રયાસ માટે આપ્યું છે.

સેંટ એન્ડ્રુઝને જીસસના પહેલા દૂત અને રશિયાના રક્ષક સંત માનવામાં આવે છે અને તેમના આ સન્માનમાં 1698થી આ એવોર્ડની શરુઆત સર પીટર ધ ગ્રેટે કરી હતી. આ સન્માન સૌથી ઉત્કૃષ્ટ નાગરિક અને સૈન્ય યોગ્યતા માટે આપવામાં આવે છે. આ સન્માન આપવામાં આવ્યા પછી રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિનનો આભાર વ્યક્ત કર્યો હતો. અહીં એ જણાવવાનું કે વડા પ્રધાન મોદીને સેન્ટ એન્ડ્રુના ભવ્ય હોલમાં કરવામાં આવ્યું હતું.

વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે ભારત અને રશિયા વચ્ચેની વિશેષ અને વિશેષાધિકૃત ભાગીદારીનું સન્માન છે. પુતિનના નેતૃત્વમાં રશિયા અને ભારત વચ્ચેના સંબંધોમાં પચીસ વર્ષમાં મજબૂત બન્યા છે તેમ જ દરેક વખતે નવી ઊંચાઈઓ હાસલ કરી છે. બંને દેશના નેતાઓના નેતૃત્વમાં અનેક મહત્ત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button