
નવી દિલ્હીઃ ભારતની પહેલી સ્લીપર વંદે ભારત ટ્રેનનો લોકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યાં છે. જોકે, હવે તેનો અંત આવી ગયો છે. પીએમ મોદી 17 જાન્યુઆરીએ પહેલા સ્લીપર વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપવાની છે. આ સાથે સાથે 7 અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનોને પણ શરૂ કરવામાં આવશે. પીએમ મોદી ટ્રેન સાથે સાથે રસ્તા અને જળ પરિવહન સાથે જોડાયેલી અનેક યોજનાઓનું ઉદ્ઘાટન, ખાત મૂહુર્ત અને લોકાર્પણ કરવાના છે. મળતી જાણકારી પ્રમાણે 17 જાન્યુઆરીએ બપોરે 12.45 વાગ્યાની આસપાસ માલદા ટાઉન રેલવે સ્ટેશનથી ભારતની પહેલી વંદે ભારત સ્લીપર ટ્રેનને લીલી ઝંડી આપવાના છે.
પહેલી વંદે ભારત સ્લીપર ટ્રેન હાવડાથી ગુવાહાટી વચ્ચે દોડશે
ભારતની પહેલી વંદે ભારત સ્લીપર ટ્રેન હાવડાથી ગુવાહાટી (કામાખ્યા) વચ્ચે દોડવાની છે. સૂત્રોના જણાવ્યાં પ્રમાણે પીએમ મોદી ગુવાહાટી-હાવડા વંદે ભારત સ્લીપર ટ્રેનનું વર્ચુઅલી પ્રસ્તાન કરાવશે. આ વંદે ભારત ટ્રેનને વિમાન જેવી સુવિધાઓ રાખવામાં આવી છે. આ ટ્રેન હાવડા-ગુવાહાટી રૂટ પર મુસાફરીનો સમય લગભગ 2.5 કલાક ઘટાડશે, જેનાથી લાંબા અંતરની મુસાફરી, ધાર્મિક પર્યટન અને પર્યટન ક્ષેત્રને મોટો પ્રોત્સાહન મળવાનું છે. આ ટ્રેનની લોકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યાં હતાં.
અનેક પ્રમુખ રેલવે પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરવામાં આવશે
વધારે વિગતે વાત કરવામાં આવે તો, પશ્ચિમ બંગાળની યાત્રા દરમિયાન પીએમ મોદી અનેક પ્રમુખ રેલવે પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ પણ કરવાના છે. આ રેલવે પ્રોજેક્ટ્સમાં બાલુરઘાટ-હિલી નવી રેલવે લાઈન, ન્યૂ જલપાઈહુડીમાં આધુનિક માલસામાન જાળવણી સુવિધા જેવી અનેક પ્રોજેક્ટ્સનું શિલાન્યાસ પણ કરશે. નોંધનીય છે કે, પશ્ચિમ બંગાળમાં આગામી ચૂંટણીને ધ્યાને રાખતા આ પરિયોજનાઓ શરૂ કરવામાં આવી રહી છે. જેના કારણે પશ્ચિમ બંગાળમાં રોજગારીનું પણ સર્જન થવાનું છે.
આ પણ વાંચો…વંદે ભારત સ્લીપર ટ્રેનમાં નહિ ચાલે વીઆઈપી કે ઇમરજન્સી ક્વોટા, પાસ સિસ્ટમ પણ નહિ ચાલે
આ સાત નવી અમૃત ભારત ટ્રેન શરૂ થશે
ન્યૂ જલપાઈગુડી-નાગરકોઈલ અમૃત ભારત એક્સપ્રેસ
અલીપુરદ્વાર-એસએમવીટી બેંગલુરૂ અમૃત ભારત એક્સપ્રેસ
અલીપુરદ્વારા-મુંબઈ(પનવેલ) અમૃત ભારત એક્સપ્રેસ
કોલકાતા(હાવડા) – આનંદ વિહાર ટર્મિનલ
કોલકાતા(સિયાલદહ)-બનારસ
કોલકાતા(સંત્રાગાછી)- તાંબરમ
આ ટ્રેનોના કારણે કોને વધારે ફાયદો થશે?
આ દરેક ટ્રેનો સામાન્ય મુસાફરો, વિદ્યાર્થીઓ, સ્થળાંતરિત કામદારો અને ઉદ્યોગપતિઓ માટે સસ્તું અને વિશ્વસનીય લાંબા અંતરની રેલ કનેક્ટિવિટી મજબૂત કરશે. વિધાનસભા ચૂંટણી પહેલ પશ્ચિમ બંગાળને આવી અનેક યોજનાઓનો લાભ મળવાનો છે. આ સાથે વિદ્યાર્થીઓ, યુવાનો અને નોકરી કરતા લોકો માટે LHB કોચથી સજ્જ બે નવી ટ્રેનો – રાધિકાપુર – SMVT બેંગલુરુ એક્સપ્રેસ અને બાલુરઘાટ – SMVT બેંગલુરુ એક્સપ્રેસને પણ પીએમ મોદી દ્વારા લીલી ઝંડી આપવામાં આવશે.
આ પણ વાંચો…વંદે ભારત સ્લીપરના એક કોચની કિંમતી જાણો છો? આંકડો જાણીને ચોંકી ઉઠશો…



