નેશનલ

પીએમ મોદીએ એમએસ સ્વામીનાથનના નિધન અંગે શોક વ્યક્ત કર્યો, કહી આ મહત્વની વાત

નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતમાં હરિયાળી ક્રાંતિના જનક એવા કૃષિ વૈજ્ઞાનિક એમએસ સ્વામીનાથનના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

સોશ્યલ મીડિયા પરના જાણીતા પ્લેટફોર્મ એક્સ (ટ્વીટર) હેન્ડલ પર એમએસ સ્વામીનાથન સાથે બે તસવીરો શેર કરતી વખતે વડા પ્રધાને કહ્યું હતું કે તેઓ ડૉ. એમએસ સ્વામીનાથનના નિધનથી ખૂબ જ દુઃખી છે. આપણા દેશના ઈતિહાસના અત્યંત નિર્ણાયક સમયે કૃષિ ક્ષેત્રે તેમના અભૂતપૂર્વ કાર્યથી લાખો લોકોના જીવનમાં પરિવર્તન આવ્યું અને આપણા દેશ માટે ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત થઈ છે.

વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે કૃષિ ક્ષેત્રમાં તેમના ક્રાંતિકારી યોગદાન. ઘણા લોકો માટે પ્રેરણાદાયી ગુરુ હતા. સંશોધન અને માર્ગદર્શન માટે તેમની અતૂટ પ્રતિબદ્ધતાએ અસંખ્ય વૈજ્ઞાનિકો અને સંશોધકો પર અમીટ છાપ છોડી છે.

તેમણે લખ્યું હતું કે મને ડૉ. સ્વામીનાથન સાથેની મારી વાતચીત હંમેશા જિંદગીભર યાદ રહેશે. ભારતની પ્રગતિ જોવાનો તેમનો જુસ્સો અનુકરણીય હતો. તેમનું જીવન અને કાર્ય આવનારી પેઢીઓને પ્રેરણા આપશે. તેમના પરિવાર અને ચાહકો પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ.

ભારતમાં હરિયાળી ક્રાંતિના પિતા તરીકે ઓળખાતા ડો. એમએસ સ્વામીનાથનનું 98 વર્ષની વયે ચેન્નઈ ખાતે નિધન થયું હતું. આ મહાન કૃષિ વૈજ્ઞાનિકને ભારતમાં હરિયાળી ક્રાંતિના જનક તરીકે ઓળખવામાં આવે છે.
કૃષિ ક્ષેત્રે પ્રશંસનીય તેમણે કરેલી કામગીરી બદલ ભારત સરકાર દ્વારા તેમને પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા હતા.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button