નેશનલ

તિરંગામાં અશોક ચક્રના મહત્વ અંગે ચિલીના રાષ્ટ્રપતિએ કર્યો સવાલ અને PM Modi એ આપ્યો આ જવાબ!

નવી દિલ્હી: ચિલીના રાષ્ટ્રપતિ ગેબ્રિયલ બોરિક (Gabriel Boric) ભારતની સત્તાવાર મુલાકાતે આવ્યા છે. આજે તેમણે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) સાથે દિલ્હીમાં હૈદરાબાદ હાઉસમાં બેઠક કરી હતી, બંને વચ્ચે ઘણા મુદ્દે વાતચીત થઇ હતી. આ દરમિયાન ગેબ્રિયલ બોરિકે વડાપ્રધાન મોદીને ભારતના ધ્વજના અશોક ચક્ર (Ashok Chakra) અંગે પ્રશ્ન પૂછ્યો હતો.

સોશિયલ મીડિયા પર એક વિડીયો શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં જોવા મળે છે કે ગેબ્રિયલ બોરિક અને વડાપ્રધાન મોદી દરવાજામાંથી વાતચીત કરતા બહાર નીકળે છે. ભારતના રાષ્ટ્ર ધ્વજ પાસે પહોંચતા બોરિક અટકી જાય છે, અશોક ચક્ર તરફ ઈશારો કરે છે અને વડાપ્રધાન મોદીને તેનો અર્થ પૂછે છે. ત્યારબાદ વડાપ્રધાન મોદી અશોક ચક્ર અંગે તેમને સમજાવે છે.

ભારતના ધ્વજમાં અશોકચક્રનું મહત્વ:

ભારતને તિરંગા ધ્વજના વચ્ચેના સફેદ રંગમાં 24 આરા ધરાવતું વાદળી રંગનું અશોક ચક્ર, જે સારનાથના સ્તંભમાંથી લેવામાં આવ્યું છે. તે પ્રગતિ, ફરજ અને અન્ય વિવિધ મૂલ્યોનું પ્રતીક છે.

ગેબ્રિયલ બોરિકની ભારત મુલાકાત:

ગેબ્રિયલ બોરિક ચાર દિવસની ભારત મુલાકાતે આવ્યા છે, તેમની સાથે ચિલીના સરકારી અધિકારીઓ અને બિઝનેસ લીડર્સનું ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ પણ આવ્યું છે. મુલાકાત દરમિયાન, વડાપ્રધાન મોદી અને બોરિકે આર્થિક અને સામાજિક સહયોગ સહિત વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવા અંગે ચર્ચા કરી.

મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ પાઠવી:

Cooperativa

આજે વહેલી સવારે, બોરિકે રાજઘાટની મુલાકાત લીધી, જ્યાં તેમણે મહાત્મા ગાંધીને પુષ્પાંજલિ અર્પણ કરી. વિદેશ મંત્રાલયના સત્તાવાર પ્રવક્તા, રણધીર જયસ્વાલે, X પર એક પોસ્ટ શેર કરીને લખ્યું: “ચિલીના રાષ્ટ્રપતિ ગેબ્રિયલ બોરિક ફોન્ટે રાજઘાટ પર મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી, શાંતિ અને અહિંસાના તેમના કાયમી સંદેશનું સન્માન કર્યું.”

આપણ વાંચો : ચીને દોસ્તીનો હાથ લંબાવ્યો! શી જિનપિંગે સરહદી વિસ્તારોમાં શાંતિ અને સ્થિરતા અપીલ કરી…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button