નેશનલ

રાજસ્થાનની વિધાનસભાની ચૂંટણીની રેલીમાં પીએમ મોદી 95 વર્ષના વૃદ્ધને જોઈને શા માટે ભાવુક થયા?

જયપુર: રાજસ્થાન વિધાનસભાની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) પોતાની બધી શક્તિ લગાડીને પ્રચાર કરી રહ્યું છે. રાજસ્થાનની સત્તા પર પરત આવવા ભાજપના અનેક મોટા નેતાઓ પણ ચૂંટણી પ્રચારના મેદાનમાં ઉતાર્યા છે. હાલમાં રાજસ્થાનના દેવગઢમાં રેલનું સંબોધન કરતી વખતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કઈક એવું કર્યું કે લોકો તેમના આ બાબતને બિરદાવી છે. તો થયું એમ કે પીએમ મોદીએ દેવગઢની રેલીમાં 95 વર્ષના શ્રીધરમ ચંદ દેરાસરિયા ભાજપના નેતાને દર્શકો સાથે બેસલા જોયા અને ત્યાં તેઓ ભાવુક થઈ ગયા.

વડા પ્રધાન મોદીએ ભાજપ સાથે અનેક દશકોથી જોડાયેલા નેતા શ્રીધરમ ચંદ દેરાસરિયાને જોતાં કહ્યું આજે હું જ્યારે આ સભામાં માનનીય દેરાસરિયાજીને જોયા… 95 વર્ષની ઉમરે તેમણે પોતાના જીવનના છ દશક એક નેતા તરીકે વિતાવ્યા છે અને આજે દેરાસરિયાજી પાર્ટીના એક કાર્યકરના રૂપમાં નીચે બેસીને અમને બધાને આશીર્વાદ આપી રહ્યા છે. રાજસ્થાનમાં ચૂંટણી પ્રચારનો આ છેલ્લો દિવસ છે સાથેજ આજે મારો પણ આ છેલ્લો કાર્યક્રમ છે. આ રેલીમાં દેરાસરિયાજીના આશીર્વાદ મળતા કાર્યક્રમને ચાર ચાંદ લાગી ગયા છે.

પીએમ મોદીના આ ભાષણનો એક વિડિયો ભાજપના એક (ટ્વિટર) એકાઉન્ટ પર પોસ્ટ કરવામાં આવ્યો છે. ભાજપે આ વિડિયોને કેપશન આપતા લખ્યું હજારો લોકોની ભીડ વચ્ચે પીએમ મોદી તમને ઓળખી લે છે. રાજસ્થાનના દેવગઢની આ જનસભામાં 95 વર્ષના વરિષ્ઠ કાર્યકર દેરાસરિયાજીને જોઈને પીએમ મોદી ભાવુક થઈ ગયા.

પીએમ મોદીએ સભામાં કોંગ્રેસ પાર્ટી પર ટીકા કરતાં કહ્યું કે કોંગ્રેસ પોતાના દિગ્ગજ નેતા રાજેશ પાયલટે ગાંધી અને નહેરુ પરિવારની શ્રેષ્ઠતાને અસ્વીકાર કરતાં તેમના પુત્ર સાથે ખરાબ વર્તન કરી રહી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button