PM મોદીએ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે કરી ટેલિફોન પર ચર્ચા, જાણો ક્યા મુદ્દા કરી વાતો?
નવી દિલ્હીઃ અમેરિકામાં ફરી રાષ્ટ્રપતિ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પે કાર્યભાર સંભાળ્યા પછી વૈશ્વિકસ્તરે ઉથલપાથલના વર્તારા છે. રાષ્ટ્રપતિ તરીકે વિધિવત રીતે શપથગ્રહણ કર્યા પછી ડોનાલ્ડ ટ્રમ્પે ચોંકાવનારા નિર્ણયો લીધા હતા ત્યારે આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ટેલિફોનિક વાતચીત કર્યાના સમાચાર છે. ટેલિફોન પર પીએમ મોદીએ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે બંને રાષ્ટ્રોના સંબંધોને લઈ ચર્ચા કરી હોવાનું કહેવાય છે.
ક્વોડની આગામી બેઠક સહિત વૈશ્વિક મુદ્દા પર ચર્ચા રાષ્ટ્રપતિ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પે પદભાર સંભાળ્યા પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પહેલી વખત ટેલિફોનિક વાત કરી હતી. ફોન પર બંને દેશ વચ્ચેના સંબંધોને લઈ ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત, બંને વચ્ચે ક્વોડની આગામી બેઠક સાથે અન્ય વૈશ્વિક મુદ્દાઓ અંગે વાતચીત કરી હતી.
ટેક્નોલોજી, સંરક્ષણ મુદ્દે સાથે મળી કામ કરવા તત્પર આ અગાઉ અમેરિકાની ચૂંટણીમાં ટ્રમ્પની જીત પછી પણ નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા એક્સ પર લખ્યું હતું. પીએમ મોદીએ જણાવ્યું હતું કે ટ્રમ્પને અભિનંદન આપતા અનેક વિષયોને લઈ ચર્ચા થઈ હતી. ટેક્નોલોજી, સંરક્ષણ, ઊર્જા અને અંતરિક્ષ સહિત અનેક ક્ષેત્રોમાં ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો વધારે મજબૂત બનાવવાની સાથે ફરી એકસાથે મળીને કામ કરવાની અપેક્ષા વ્યક્ત કરી હતી.
Also read: ડોનાલ્ડ ટ્રમ્પ કમલા હેરિસથી ડરી ગયા! ડિબેટ કરવાથી ઇનકાર કર્યો
બંને દેશના નેતાઓ સાથે વ્યક્તિગત તાલમેલ સારો બંને રાષ્ટ્રો વચ્ચેના સંબંધોમાં ખાસ કરીને સંરક્ષણના સંબંધોને મજબૂત બનાવવા અંગે જોર આપવામાં આવ્યું છે. આ ઉપરાંત, બંને રાષ્ટ્ર આતંકવાદ વિરોધમાં મજબૂત કાર્યવાહી કરવા માટે એકમત થઈ શકે છે. ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી સાથે મળીને ‘હાઉડી મોદી’ અને ‘નમસ્તે ટ્રમ્પ’ જેવા કાર્યક્રમો કરીને બંને નેતાઓના વ્યક્તિગત તાલમેલ જોવા મળ્યો હતો.
20મી જાન્યુઆરીના ટ્રમ્પે લીધા હતા શપથ અહીં એ જણાવવાનું કે 20મી જાન્યુઆરી 2025ના ડોનાલ્ડ ટ્રમ્પે રાષ્ટ્રપતિ તરીકે બીજી વખત શપથ લીધા હતા. ટ્રમ્પના શપથ સમારોહમાં ભારત દેશના પ્રતિનિધિ તરીકે વિદેશ પ્રધાન એસ. જયશંકર અમેરિકા ગયા હતા. બંને દેશ વચ્ચેના દ્વીપક્ષીય સંબંધોને લઈ એ વખતે પણ ચર્ચા કરી હતી.