હૃદયનાથ મંગેશકર સાથે શું થયું હતું, જેને લઇને પીએમ મોદીએ કૉંગ્રેસને ઘેરી
![PM Modi addressing the media about the ban on Dev Anand's films during the Emergency.](/wp-content/uploads/2025/02/pm-modi-dev-anand-films-emergency.webp)
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે સંસદમાં કટોકટી દરમિયાન ફિલ્મ ઉદ્યોગ અને કલાકારોની વાણી સ્વતંત્રતાના દમન અંગેની વાત કરી હતી. પીએમ મોદી રાષ્ટ્રપતિ ના અભિભાષણ પરના આભાર પ્રસ્તાવ પર ચર્ચાનો જવાબ આપી રહ્યા હતા. પોતાના ભાષણમાં તેમણે કોંગ્રેસ સરકાર દરમિયાન દેશમાં વાણી સ્વાતંત્ર્ય જે રીતે કચડી નાખવામાં આવ્યું હતું તેના વિશે વાત કરી હતી. તેમણે હૃદયનાથ મંગેશકર સહિત બોલિવૂડના કલાકારો સાથે બનેલી ઘટનાઓનો પણ ઉલ્લેખ કર્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે કટોકટી દરમિયાન ગાયક કિશોરકુમારના બધા ગીતો ઓલ ઇન્ડિયા રેડિયો પર પ્રતિબંધિત કરવામાં આવ્યા હતા કારણ કે તેમણે કોંગ્રેસ પક્ષ માટે ગાવાનો ઇનકાર કર્યો હતો. આ ઉપરાંત લતા મંગેશકરના ભાઈ હૃદયનાથ મંગેશકરે ઓલ ઇન્ડિયા રેડિયો પર વીર સાવરકર પર એક કવિતા પ્રસારિત કરવાની યોજના બનાવી હતી. તે સમયે તેમને રેડિયોમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા. જ્યારે દેવ આનંદે કટોકટીને ટેકો નહીં આપ્યો ત્યારે તેમની ફિલ્મો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
Also read: નરેન્દ્ર મોદીની હત્યાનો ધમકીભર્યો કૉલ કરનારી મહિલા માનસિક અસ્વસ્થ
બોલિવૂડ પર પણ હુકમશાહી ચલાવી હતી કૉંગ્રેસેઃ-
વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે કોંગ્રેસ આજે બંધારણની વાતો કરી રહી છે, પરંતુ તેમણે વર્ષોથી બંધારણને પોતાના ખિસ્સામાં રાખ્યું છે. તેમણે બંધારણનું સન્માન નથી કર્યો. કોંગ્રેસ માટે ગાવાનો ઇન્કાર કરવાના એકમાત્ર ગુના માટે કિશોરકુમારના બધા ગીતો રેડિયો પર પ્રતિબંધિત કરવામાં આવ્યા હતા. કિશોરકુમારે ઘણી ભારતીય ભાષામાં ગીતો ગયા હતા. તેઓ તેમની સ્પષ્ટ વક્તા બોલી માટે જાણીતા હતા, પરંતુ તેમને રેડિયો પર પ્રતિબંધિત કરી દીધા હતા .આ ઉપરાંત કટોકટીનું સમર્થન નહીં કરવા બદલ એવરગ્રીન હિરો દેવ આનંદની ફિલ્મોને પણ પ્રતિબંધિત કરવામાં આવી હતી. મજુરહ સુલતાનપુરી જેવા જાણીતા ગીતકારને અને બલરાજ સહાની જેવા સુપ્રસિદ્ધ અભિનેતાને તેમણે જેલમાં પૂર્યા હતા.