PM Modiએ સિક્કિમ ક્રાંતિકારી મોરચાના વડાને જીત બદલ અભિનંદન પાઠવ્યા
નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે સિક્કિમ ક્રાંતિકારી મોરચા (SKM)ના વડા પ્રેમ સિંહ તમંગને વિધાનસભા ચૂંટણીમાં તેમની પાર્ટીની જીત બદલ અભિનંદન આપ્યા હતા અને કહ્યું હતું કે તેઓ સિક્કિમની પ્રગતિને આગળ વધારવા માટે રાજ્ય સરકાર સાથે કામ કરવા આતુર છે.
ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર સિક્કિમ ક્રાંતિકારી મોરચા (એસકેએમ) પક્ષ રવિવારે હિમાલયન રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીમાં સફાયો કરીને સત્તામાં પરત ફર્યો હતો અને ૩૨માંથી ૩૧ બેઠક જીતી હતી. વિપક્ષી સિક્કિમ ડેમોક્રેટિક ફ્રન્ટને માત્ર એક બેઠક મળી છે.
આ પણ વાંચો: કાશ્મીરમાં હિમપ્રપાતઃ સિક્કિમમાં હિમવર્ષાને કારણે જનજીવન પર અસર
મોદીએ એક્સ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે હું એ તમામનો આભાર માનું છું કે જેમણે બીજેપીફોર સિક્કિમને વિધાનસભા ચૂંટણીમાં મત આપ્યો. હું અમારા કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવેલા પ્રયાસોની પણ પ્રશંસા કરું છું. અમારી પાર્ટી હંમેશા સિક્કિમના વિકાસ અને લોકોની આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે કામ કરવામાં અગ્રેસર રહેશે, એમ તેમણે કહ્યું હતું.
એસકેએમના વડા અને મુખ્ય પ્રધાન પ્રેમ સિંહ તમંગ(ગોલે)ને અભિનંદન આપતા મોદીએ કહ્યું હતું કે હું આગામી સમયમાં સિક્કિમની પ્રગતિને આગળ વધારવા માટે રાજ્ય સરકાર સાથે કામ કરવા આતુર છું.