PM Narendra Modiએ મંચ પર Chandrababu Naidu સાથે આ શું કર્યું? વીડિયો થયો વાઈરલ…

ગઈકાલે લોકસભાની ચૂંટણી 2024 (Loksabha election 2024)ના પરિણામો જાહેર થઈ ગયા અને ભારતીય જનતા પાર્ટી (BJP)ની આગેવાની હેઠળ એનડીએ (National Democratic Alliance-NDA) સતત ત્રીજી વખત સરકાર બનાવવા જઈ રહી છે, પરંતુ ભાજપે પોતાના સાથી પક્ષ પર આધાર રાખવો પડશે. આ બધા વચ્ચે પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi) અને ચંદ્રાબાબુ નાયડુ (Chandrababu Naidu)નો એક વીડિયા વાઈરલ થઈ રહ્યો છે.
ભાજપ ફરી એક વખત ટીડીપી (TDP)ની અને જેડીયુ (JDU)ની મદદથી કેન્દ્રમાં સરકાર બનાવવાની દિશામાં આગળ વધી રહ્યો છે ત્યારે આ સરકારમાં ચંદ્રાબાબુ નાયડુ અને નીતિશ કુમાર (Nitish Kumar)નું મોટું સહયોગ છે. આ સાથે જ સોશિયલ મીડિયા પર હાલમાં એક જૂનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં પીએમ નરેન્દ્ર મોદી અને ચંદ્રબાબુ નાયડુ એક મંચ પર જોવા મળી રહ્યા છે અને પીએમ મોદી નાયડુ સાથે કંઈક એવું કરે છે કે જે જોઈને તમે પણ ચોંકી ઉઠશો.
આ પણ વાંચો : ‘અમારી ઈચ્છા છે કે નરેન્દ્ર મોદી ફરી બને મુખ્યમંત્રી’: નીતીશ કુમારની લપસી જીભ
વાઈરલ થઈ રહેલાં આ 30 સેકન્ડના વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે પીએમ મોદી ચંદ્રાબાબુ નાયડુનો હાથ પકડીને તેમને આગ્રહપૂર્વક મંચ પર ખેંચીને ખુરશી પર બેસાડી રહ્યા છે, જ્યારે કે ચંદ્રબાબુ નાયડુ પીએમ મોદી માટે મૂકવામાં આવેલી ખુરશી પર બેસવા નહોતા માંગતા પણ પીએમ મોદીએ તેમને બળજબરીથી પોતાની ખુરશી પર બેસાડ્યા હતા અને પોતે બાજુની ખુરશી પર બેસી ગયા હતા.
મળી રહેલી માહિતી પ્રમાણે આ વીડિયો 2014ની લોકસભા ચૂંટણી વખતનો હોવાનું કહેવાય છે. એ સમયે પણ ટીડીપી અને ભાજપ ગઠબંધન કરીને એક સાથે આંધ્રપ્રદેશમાં ચૂંટણી લડ્યા હતા. સોશિયલ મીડિયા પર આ વીડિયો ખાસ્સો વાઈરલ થઈ રહ્યો છે અને લોકો આ વીડિયો પર જાત જાતની કમેન્ટ્સ કરી રહ્યા છે.