વડા પ્રધાન મોદી બ્રુનેઈ પહોંચ્યા, દ્વિપક્ષીય સંબંધોને વધારવા સુલતાન સાથે કરશે મુલાકાત…
વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે બ્રુનેઈ દારુસ્સલામ દેશની ઐતિહાસિક મુલાકાતે છે. ભારતીય વડાપ્રધાનની પ્રથમ વખત બ્રુનેઇ પહોંચ્યા છે. બ્રુનેઈ દારુસલામમાં ક્રાઉન પ્રિન્સ હાજી અલ-મુહતાદી બિલ્લાહ દ્વારા વડા પ્રધાનનું સ્વાગત કરવામાં આવ્યું હતું. વડા પ્રધાન મોદી બ્રુનેઇ ટોચના નેતૃત્વ સાથે વાતચીત કરશે અને દ્વિપક્ષીય સંબંધોને આગળ લઇ જવા પર ચર્ચા કરશે.
આ પણ વાંચો : PM Modi સપ્ટેમ્બર માસમાં અમેરિકાની મુલાકાતે, ન્યૂયોર્કમાં 24 હજાર ભારતીયોને સંબોધશે…
ભારતથી બ્રુનેઇ માટે રવાના થતા પહેલા વડા પ્રધાન મોદીએ એક નિવેદનમાં કહ્યું હતું કે, “આજે, હું બ્રુનેઈ દારુસલામની પ્રથમવાર દ્વિપક્ષીય મુલાકાતે જઈ રહ્યો છું. જ્યારે આપણે આપણા રાજદ્વારી સંબંધોના 40 વર્ષની ઉજવણી કરી રહ્યા છીએ, ત્યારે હું મહામહિમ સુલતાન હાજી હસનલ બોલ્કિયા અને શાહી પરિવારના અન્ય પ્રતિષ્ઠિત સભ્યો સાથે મુલાકાત કરી ઐતિહાસિક સંબંધોને નવી ઊંચાઈ લઇ જવા આતુરતાથી રાહ જોઈ રહ્યો છું.”
આ પણ વાંચો : PM Modiએ ભાજપની પ્રાથમિક સદસ્યતા રિન્યૂ કરી, તમામ કાર્યકરોને અપીલ કરી
વડા પ્રધાનની બ્રુનેઈ મુલાકાત પર પહેલા વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે, “આ મુલાકાત સંરક્ષણ સહયોગ, વેપાર અને રોકાણ, ઊર્જા, અવકાશ તકનીક, આરોગ્ય સહયોગ, ક્ષમતા નિર્માણ, સંસ્કૃતિ સહિત તમામ વર્તમાન ક્ષેત્રોમાં બ્રુનેઈ સાથે ભારતના સહયોગને વધુ મજબૂત કરશે.”