નેશનલ

75માં જન્મદિવસે સોશિયલ મીડિયા પર વધી PM મોદીની લોકપ્રિયતા: જાણો સોશિયલ મીડિયા પર કેટલા છે ફોલોઅર્સ…

PM Narendra Modi 75th Birthday: છેલ્લા 11 વર્ષથી ભારતના વડા પ્રધાનનું પદ શોભાવનાર ગુજરાતના પનોતાપુત્ર નરેન્દ્ર મોદીનો આજે જન્મદિવસ છે. 17 સપ્ટેમ્બર 1950ના રોજ જન્મેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આજે 75મો જન્મદિવસ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી શરૂઆતથી જ ટેક્નોસેવી રહ્યા છે.

ગુજરાતમાં પોતાના મુખ્ય પ્રધાન તરીકેના કાર્યકાળ દરમિયાન શરૂ કરેલી ઈ-ગ્રામ યોજના તેનું ઉદાહરણ છે. તેમણે બદલાતી ટેક્નોલોજી સાથે પોતાની જાતને અપડેટ કરી છે. જેથી આજે પણ તેઓ સોશિયલ મીડિયા પર એક્ટિવ જોવા મળે છે.

PM નરેન્દ્ર મોદીના સોશિયલ મીડિયા પર કેટલા ફોલોઅર્સ
આજના સમયમાં પોતાના વિચારોને સામાન્ય જનતા સુધી પહોંચાડવા માટે સોશિયલ મીડિયા એક સારું માધ્યમ છે. તેથી નેતાઓ પણ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેવા લાગ્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ આવા નેતાઓ પૈકીના એક છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિશ્વના અનેક દેશોમાં પ્રવાસ કરે છે. ભારત સિવાય અન્ય દેશોમાં પણ તેઓ લોકપ્રિય છે. તેમની આ લોકપ્રિયતા તેમના સોશિયલ મીડિયા ફોલોઅર્સ પરથી જણાઈ આવે છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો એક આગવો ચાહક વર્ગ છે. જે તેમને જુદાજુદા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફોલો કરે છે. નરેન્દ્ર મોદી ઇન્સ્ટાગ્રામ પર narendramodi નામનું આઈડી ધરાવે છે.

તેઓને ઇન્સ્ટાગ્રામ પર 97.2 મિલિયન લોકો ફોલો કરે છે. ઇનસ્ટાગ્રામ સિવાય એક્સની વાત કરીએ તો વડા પ્રધાન નરેન્દ્ર મોદી 109 મિલિયન ફોલોઅર્સ ધરાવે છે. તેઓ ફેસબુક પર 51 મિલિયન ફોલોઅર્સ તથા યુટ્યુબ પર 29 મિલિયન સબ્સક્રાઇબર ધરાવે છે.

‘સેવા દિવસ’ તરીકે ભાજપ કરશે ઉજવણી
ટેક્નોલોજીનો લોકહીત માટે ઉપયોગ થાય એ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પહેલી પ્રાથમિકતા રહે છે. તેમના આ વલણને કારણે તેઓ યુવાનોના ઘણા લોકપ્રિય થયા છે. આજે પહેલા ધોરણથી લઈને સ્નાતક સુધીનો અભ્યાસ કરનાર વિદ્યાર્થી પણ વડા પ્રધાન તરીકે નરેન્દ્ર મોદીને પસંદ કરે છે.

ઉલ્લેખનીય છે કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસને ભાજપ ‘સેવા દિવસ’ તરીકે ઉજવશે. જે અંતર્ગત વૃક્ષારોપણ, રક્તદાન કેમ્પ, સ્વચ્છતા અભિયાન જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.

આ પણ વાંચો…PM Narendra Modi 75th Birthday: પીએમ મોદીજીના વિશે કેટલું જાણો છો? અહીં જાણી લો એક ક્લિક પર…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button