પીએમ મોદીએ કહ્યું પૂર્વ ભારતના વિકાસ માટે બિહારનો વિકાસ જરૂરી, કહ્યું મુંબઈની જેમ મોતીહારીનું પણ નામ હોય

મોતીહારી : બિહારમાં વિધાનસભા ચૂંટણી પૂર્વે પીએમ મોદી આજે એક દિવસના બિહાર પ્રવાસે પહોંચ્યા છે. આ દરમિયાન તેમણે મોતીહારીમાં એક સભાને સંબોધિત કરી હતી. જેમાં પીએમ મોદીએ બિહારના વિકાસની પ્રતિબધ્ધતાને ધ્યાનના રાખીને મોતીહારીના વિકાસની વાત કરી હતી.
તેમણે જણાવ્યું કે જે રીતે પહેલા તાકાત પશ્ચિમ પાસે હતી તે તાકાત હવે પૂર્વને પણ મળશે. જે રીતે પશ્ચિમમાં મુંબઈનું નામ છે એ જ રીતે પૂર્વમાં મોતીહારીનું નામ હોવું જોઈએ. તેમજ જેવા અવસર ગુરુગ્રામને મળ્યા છે તેવા ગયાજી પણ મળશે. પુણેની જેમ પટનાનો પણ ઔધોગિક વિકાસ થવો જોઈએ. પૂર્વ ભારતને આગળ લઈ જવા માટે બિહારને વિક્સિત બિહાર બનાવવું પડશે.
ચંપારણ બિહારનું ભવિષ્ય ઉજ્જવળ બનાવશે
પીએમ મોદીએ મોતીહારીમાં બિહારને કુલ 7204 કરોડ રૂપિયાની ભેટ આપી હતી. જેમાં શિલાન્યાસ અને ઉદ્ઘાટન સામેલ છે. આ દરમિયાન બિહારના સીએમ નીતીશ કુમાર પર મંચ પર ઉપસ્થિત હતા. આ સભાને સંબોધિત કરતા પીએમ મોદીએ વધુમાં જણાવ્યું કે ચંપારણની ભૂમિ ઈતિહાસનો બધા જાણે છે. આ ભૂમિએ ગાંધીજીને પ્રેરણા આપી. આ જ ભૂમિ બિહારનું ભવિષ્ય ઉજ્જવળ બનાવશે.
રામ મંદિરની પ્રતિકૃતિ બનાવીને લાવ્યા
આ દરમિયાન પીએમ મોદીએ ભીડમાં એક વ્યક્તિ તરફ ઈશારો કર્યો હતો. તેમજ જણાવ્યું હતું કે આ યુવાન રામ મંદિરની
પ્રતિકૃતિ બનાવીને લાવ્યા છે. તેમણે ભવ્ય કામ કર્યું છે. મને લાગે તે આ મને ભેટ આપવા માંગે છે. હું મારા એસપીજીના લોકોને તે લેવા કહું છું. ભાઈ તમે નીચે તેનું નામ અને સરનામું લખજો. હું તમને જરૂર પત્ર લખીશ જે તમને મળશે.
20 વર્ષથી વિકાસ કાર્યો કરી રહ્યા છે
પીએમ મોદી પૂર્વે બિહારના સીએમ નીતીશ કુમારે પણ સભાને સંબોધિત કર્યા હતા. તેમણે કહ્યું કે વર્ષ 2005 પૂર્વે જે સરકાર હતી તે કોઈ કામ નહોતી કરી. બિહારની હાલત ખરાબ હતી. જયારથી ભાજપ અને જેડીયુ સરકાર બની છે ત્યારથી કામ શરુ કરવામાં આવ્યા છે. અમે 20 વર્ષથી વિકાસ કાર્યો કરી રહ્યા છે. મોદીજી બિહાર માટે વિશેષ કામ કરી
રહ્યા છે. એનડીએ સરકાર બિહાર માટે સારું કામ કરી રહી છે.