PM Modi દસમીના બેંગલુરુ મેટ્રોની યલો લાઇનનું કરશે ઉદ્ઘાટન, ફેઝ-3નો કરશે શિલાન્યાસ…

બેંગલુરુઃ ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના નેતા તેજસ્વી સૂર્યાએ જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી 10 ઓગસ્ટે બેંગલુરુમાં યલો લાઇન મેટ્રો રેલ સેવાનું ઉદ્ઘાટન કરશે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર એક પોસ્ટમાં બેંગલુરુ દક્ષિણના સાંસદ સૂર્યાએ કહ્યું હતું કે, “વડા પ્રધાન નરેન્દ્ર મોદી 10 ઓગસ્ટે ખૂબ જ મહત્વપૂર્ણ યલો લાઇન મેટ્રોનું ઉદ્ઘાટન કરશે. બેંગલુરુના તમામ લોકો તરફથી હું વડા પ્રધાનનો હંમેશાં આપણા શહેરના માળખાગત વિકાસને પ્રાથમિકતા આપવા બદલ આભાર માનું છું.”

સૂર્યાના જણાવ્યા અનુસાર, બેંગલુરુની ટ્રાફિક સમસ્યાઓનો એકમાત્ર લાંબા ગાળાનો ઉકેલ જાહેર પરિવહન છે. 10 ઓગસ્ટના રોજ ઉદ્ઘાટન સાથે મેટ્રો પ્રોજેક્ટ 15 ઓગસ્ટની સમયમર્યાદા અનુસાર પૂર્ણ થશે. સૂર્યાએ કેન્દ્રીય શહેરી બાબતોના પ્રધાન મનોહર લાલ ખટ્ટરની પોસ્ટનો ઉલ્લેખ કર્યો હતો.
ખટ્ટરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર એક પોસ્ટમાં કહ્યું હતું કે, “મને એ જાહેરાત કરતા આનંદ થાય છે કે ભારતના વડાપ્રધાન 10 ઓગસ્ટ 2025ના રોજ બેંગલુરુ મેટ્રોની 19.15 કિમી લાંબી યલો લાઇન (આરવી રોડથી બોમ્માસાંદ્રા સુધી જેમાં 16 સ્ટેશન છે.
પ્રસ્તાવિત લાઈન (5,056.99 કરોડ રૂપિયાનો ખર્ચ થશે)નું ઉદ્ઘાટન કરવા અને 44.65 કિમી લાંબા બેંગલુરુ ફેઝ-3 (જમાં 15,611 કરોડ રૂપિયાનો ખર્ચ થશે)નો શિલાન્યાસ કરવા પર સહમતિ વ્યક્ત કરી છે. તાજેતરમાં સૂર્યાએ બેંગલુરુ મેટ્રો રેલ પ્રોજેક્ટની યલો લાઇન શરૂ કરવા માટે પ્રદર્શન કર્યું હતું.
આ પણ વાંચો…સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું, ગુજરાતે દેશને નરેન્દ્ર મોદી જેવું સક્ષમ નેતૃત્વ આપ્યું