
નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદી 25 ઓગસ્ટ, 2024ના રોજ મહારાષ્ટ્રની મુલાકાતે આવી રહ્યા છે. આ મુલાકાત દરમિયાન તેમના હસ્તે જલગાંવમાં 11 લાખ દીદીઓનું તેમના સફળ પ્રદર્શન માટે સન્માન કરવામાં આવશે.
કેન્દ્રીય ગ્રામીણ વિકાસ ખાતાના જણાવ્યા અનુસાર વડાપ્રધાન મોદીના હસ્તે લખપતિ દીદીઓનું સન્માન કરવામાં આવશે, જેમણે પોતાના દમ પર પ્રતિ વર્ષ એક લાખ રૂપિયાથી વધુની કમાણી કરી છે અને તેમના પરિવાર માટે યોગદાન આપીને તેમને ગરીબીમાંથી બહાર કાઢીને સમાજમાં એક રોલ મોડેલ બનાવ્યું છે, એમ કેન્દ્રીય કૃષિ પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું હતું.
તેમણે કહ્યું હતું કે વડાપ્રધાન આ કાર્યક્રમમાં રૂ. 2,500 કરોડના કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ અને રૂ. 5,000 કરોડની બેંક લોનની જાહેરાત કરશે. આનાથી 4.3 લાખ સ્વ-સહાય જૂથોના 48 લાખ સભ્યો અને 2.35 લાખ સ્વ-સહાય જૂથોના 25.8 લાખ સભ્યોને લાભ થશે.
આ પણ વાંચો : “યુદ્ધ મામલે ભારત હંમેશા શાંતિના પક્ષે” વડા પ્રધાન મોદીની યુક્રેનના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત
તેમણે જણાવ્યું હતું કે ગ્રામીણ વિકાસ મંત્રાલયે પહેલેથી જ 1 કરોડ લખપતિ દીદીઓને તાલીમ આપી છે અને આગામી 3 વર્ષમાં 3 કરોડ લખપતિ દીદીઓને તાલીમ આપવાનું લક્ષ્ય છે. 34 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના જિલ્લા મુખ્યાલયો અને સીએલએફ વીડિયો કમ્યુનિકેશન સિસ્ટમ દ્વારા આ કાર્યક્રમમાં સહભાગી થશે. 15 લાખ નવી લખપતિ દીદીઓની યાદી રાજ્ય પ્રમાણે ઉપલબ્ધ છે જેમાં મહારાષ્ટ્રમાં 1,04,520 લખપતિ દીદીઓનો સમાવેશ થાય છે