
આસામમાં ડબલ એન્જિન સરકાર ખેડૂતો અને યુવાનો માટે વિકાસના નવા દ્વાર ખોલી રહી છે: નરેન્દ્ર મોદી
ગુવાહાટીઃ આસામઃ પીએમ મોદી અત્યારે આસામમાં બે દિવસીય પ્રવાસે પહોંચ્યાં છે. આ દરમિયાન પીએમ મોદીએ આસામના નામરૂપમાં આસામ વેલી ફર્ટિલાઈઝર એન્ડ કેમિકલ કંપની લિમિટેડના અમોનિયા-યુરિયા પ્રોજેક્ટનું ભૂમિપૂજન કર્યું છે. એટલું જ નહીં, પરંતુ પીએમ મોદીએ લોકોને સંબોધિત પણ કર્યાં હતાં. ભાષણમાં નરેન્દ્ર મોદીએ કહ્યું કે આજનો દિવસ આસામ માટે ખૂબ જ મહત્વનો સાબિત થવાનો છે. આસામના લોકોના પણ પીએમ મોદીએ ભરપૂર વખાણ કર્યાં હતાં. આ પ્રવાસ મામલે પીએમ મોદીએ એક્સ પર પોસ્ટ કરીને આ મામલે ખુશી વ્યક્ત કરી હતી.
પીએમ મોદીએ ગુવાહાટીમાં એરપોર્ટના નવા ટર્મિનલનું ઉદ્ધાટન
આસામનો વિકાસ અત્યારે વાયુ વેગે થઈ રહ્યો છે. અનેક નવા વિકાસના કાર્યો શરૂ કરી દેવામાં આવ્યાં છે. પીએમ મોદીએ કહ્યું કે, અહીં દિબ્રુગઢ આવતા પહેલા તેઓ ગુવાહાટીમાં એરપોર્ટના નવા ટર્મિનલનું ઉદ્ધાટન કરીને આવ્યાં છે. હવે આ વિસ્તારનો ઔદ્યોગિક વિકાસ ઝડપી થશે અને એક નવો અધ્યાય શરૂ થશે. પોતાના ભાષણ દરમિયાન પીએમ મોદીએ આધુનિક ખાતર પ્લાન્ટ માટે ખેડૂત ભાઈ-બહેનોને શુભેચ્છાઓ પણ આપી હતી. આસામમાં હવે ડબલ એન્જિનની સરકાર ઉદ્યોગ અને કનેક્ટિવિટીમાં આસામના સપના સાકાર કરી રહી છે.
નામરૂપમાં આ યુનિટ હજારો નવી રોજગાર અને સ્વરોજગારીની તકોનું સર્જન કરવાના છે. પ્લાન્ટ કાર્યરત થશે ત્યારબાદ અને લોકોને અહીં કાયમી નોકરીઓ મળશે. આ પ્લાન્ટ સાથે સંકળાયેલા તમામ કામ સ્થાનિક રહેવાસીઓને, ખાસ કરીને યુવાનોને રોજગાર પણ પ્રદાન કરશે. અમારી ડબલ-એન્જિન સરકાર કોંગ્રેસ પાર્ટી દ્વારા ઊભી કરાયેલી સમસ્યાઓનું પણ નિરાકરણ લાવી રહી હોવાનું પીએમ મોદીએ પોતાના ભાષણમાં જણાવ્યું હતું.
આસાસમાં ભાજપ સરકાર હરહંમેશ ખેડૂતો સાથે રહેશે
આ દરમિયાન પીએમ મોદીએ કોંગ્રેસ પર પણ વાક્ પ્રહારો કર્યાં છે. કોંગ્રેસની સરકાર વખતે આસામમાં ખેડૂતો પર લાઠીચાર્જ કરવામાં આવતો હોવાનો આરોપ લગાવ્યો છે. આ સાથે હવે સ્થિતિમાં સુધાર આવ્યો હોવાનું પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું છે. આસાસમાં ભાજપ સરકાર હરહંમેશ ખેડૂતો સાથે રહેશે અને તેમના દુઃખમાં સહભાગી થશે. એટલું જ નહીં પરંતુ સરકાર દ્વારા ખેડૂતોના ખાતામાં રૂપિયા નાખવામાં આવે છે તેનો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો. વધુમાં કહ્યું કે, પીએમ કિશાન સન્માન નિધિ યોજના અંતર્ગત અત્યાર સુધીમાં 4 લાખ કરોડ રૂપિયા ખેડૂતોના ખાતામાં નાખવામાં આવ્યાં છે.

કોંગ્રેસ પર બાંગ્લાદેશી ઘૂસણખોરોને બચાવવાનો આરોપ
પોતાના ભાષણાં કોંગ્રેસ પર આક્ષેપ કરતા કહ્યું કે, કોંગ્રેસ પાર્ટી અત્યારે દેશ વિરોધી વિચારનો વેગ આપી રહી છે. તે લોકો આસામના જંગલો અને જમીનમાં બાંગ્લાદેશી ધુષણખોરોને વસાવવા માંગે છે. કોંગ્રેસને માત્ર વોટબેંકથી જ મતલબ છે. આસામના લોકોને કોંગ્રેસને કોઈ પરવાહ નથી તેવો પીએમ મોદીએ આરોપ લગાવ્યો છે. પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, બાંગ્લાદેશી ઘૂસણખોરોને કોંગ્રેસ જ લાવી છે અને હવે બાંગ્લાદેશી ઘૂસણખોરોને બચાવી રહી છે. એટલા માટે જ તે લોકો એસઆઈઆરનો વિરોધ કરી રહ્યાં છે.
આ પણ વાંચો…‘રેવંત રેડ્ડીને ચાપલૂસીમાં ગોલ્ડ મેડલ મળશે’, આ નિવેદન બદલ ભાજપે કરી ટીકા



