આવતીકાલે PM મોદી અરુણાચલ પ્રદેશના પ્રવાસે: રૂ. 5000 કરોડના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે...
નેશનલ

આવતીકાલે PM મોદી અરુણાચલ પ્રદેશના પ્રવાસે: રૂ. 5000 કરોડના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે…

તવાંગમાં પીએમ-ડિવાઇન યોજના હેઠળ કન્વેન્શન સેન્ટરનું પણ ઉદ્ઘટાન કરશે

ઇટાનગરઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે અરૂણાચલ પ્રદેશની મુલાકાત લેશે, જ્યાં તેઓ લગભગ ૫૦૦૦ કરોડ રૂપિયાની માળખાકીય પરિયોજનાઓનું અનાવરણ કરશે. અધિકારીઓના જણાવ્યા અનુસાર વડા પ્રધાન સવારે ૯ વાગ્યે હોલોંગીના ડોની પોલો એરપોર્ટ પર પહોંચશે.

ત્યારબાદ તેઓ હેલિકોપ્ટર મારફત ઇટાનગર સ્થિત રાજભવન માટે ઉડાન ભરશે. ત્યારબાદ તેઓ ઇન્દિરા ગાંધી પાર્ક જશે. જ્યાં તેઓ વિકાસલક્ષી પરિયોજનાઓનું અનાવરણ કરશે. તેમજ એક રેલીને સંબોધિત કરશે.

મોદી શી યોમી જિલ્લામાં યારજેપ નદી પર આકાર પામનાર તાતો-૧ અને હિયો હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરશે. ૧૮૬ મેગાવોટ ક્ષમતા ધરાવતી તાતો-૧ પરિયોજના અરૂણાચલ પ્રદેશ સરકાર અને નોર્થ ઇસ્ટર્ન ઇલેક્ટ્રિક પાવર કોર્પોરેશન લિમિટેડ(એનઇઇપીસીઓ) દ્વારા સંયુક્ત રીતે ૧૭૫૦ કરોડ રૂપિયાના ખર્ચે વિકસાવવામાં આવશે. જેનાથી વાર્ષિક લગભગ ૮૦૨ મિલિયન યુનિટ વીજળી ઉત્પન્ન થવાની અપેક્ષા છે.

જ્યારે ૨૪૦ મેગાવોટની હિઓ પરિયોજના પણ રાજ્ય સરકાર અને એનઇઇપીસીઓ દ્વારા રૂા. ૧૯૩૯ કરોડના ખર્ચે વિકસાવવામાં આવશે. જેનાથી દર વર્ષે ૧૦૦૦ મિલિયન યુનિટ વીજળી ઉત્પન્ન થવાની સંભાવના છે.

મોદી તવાંગમાં પીએમ-ડિવાઇન યોજના હેઠળ ૧૪૫.૩૭ કરોડ રૂપિયાના ખર્ચે નિર્મિત કન્વેન્શન સેન્ટરનું પણ ઉદ્ઘટાન કરશે. અધિકારીઓએ જણાવ્યું કે વડા પ્રધાન રૂા. ૧૨૯૦ કરોડ કરતાં વધુની અનેક માળખાકીય પરિયોજનાઓનો પણ શુભારંભ કરશે. જે ક્નેક્ટિવિટી, આરોગ્ય અને અગ્નિ સુરક્ષા સહિતના વિવિધ ક્ષેત્રોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે.

આ પણ વાંચો…પીએમ મોદીએ કહ્યું દેશમાં આવતીકાલથી જીએસટી બચત ઉત્સવની શરૂઆત…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button