ટોપ ન્યૂઝનેશનલ

Mauritius પહોંચ્યા પીએમ મોદી, ભોજપુરીમાં પોસ્ટ કરીને ભાષાના કર્યા વખાણ…

નવી દિલ્હી : ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે મોરેશિયસ(Mauritius)પહોંચ્યા છે. તેમનું ભારતીય સમુદાય દ્વારા પીએમ મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. આ દરમિયાન ભારતીય સમુદાયની મહિલાઓએ ‘ગીત ગવાઈ’ નામની પરંપરાગત બિહારી સાંસ્કૃતિક રજૂઆત દ્વારા તેમનું સન્માન કર્યું. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ કરી છે.

Also read : જીએસટી ચોરીમાં થયો તોતિંગ વધારો: 10 મહિનામાં સરકારે 1.95 લાખ કરોડની કરચોરી ઝડપી…

Click the photo and see the video X

પીએમ મોદીએ ભોજપુરીમાં પોસ્ટ કરી

પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ભોજપુરીમાં પોસ્ટ કરી અને લખ્યું, “મોરેશિયસમાં આ એક યાદગાર સ્વાગત હતું. સૌથી ખાસ વાત એ હતી કે ઉંડુ સાંસ્કૃતિક જોડાણ, જે ગીત-ગવઈના પ્રદર્શનમાં જોવા મળ્યું. આ પ્રશંસનીય છે કે મહાન ભોજપુરી ભાષા હજુ પણ મોરેશિયસની સંસ્કૃતિમાં ખીલી રહી છે અને જીવંત છે. આ સાથે, તેમણે મોરેશિયસમાં તેમના ભવ્ય સ્વાગતનો વીડિયો પણ શેર કર્યો છે. વીડિયોમાં તેમનું સ્વાગત પરંપરાગત બિહારી સંસ્કૃતિ ‘ગીત-ગવઈ’ સાથે કરવામાં આવી રહ્યું છે. પીએમ મોદી પણ પરંપરાગત ગીતનો આનંદ માણતા જોવા મળ્યા.

X

ગીત ગવાઈનું ખાસ મહત્વ

‘ગીત ગવાઈ’ ના સાંસ્કૃતિક મહત્વને ઓળખીને તેને ડિસેમ્બર 2016 માં યુનેસ્કોની માનવતાના અમૂર્ત સાંસ્કૃતિક વારસાની પ્રતિનિધિ સૂચિમાં અંકિત કરવામાં આવ્યું હતું. ગાયકોના મતે, ‘ગીત ગવાઈ’નું જીવનમાં ઊંડું મહત્વ છે, ખાસ કરીને લગ્નોમાં જ્યાં તે દેવતાઓના આહ્વાનથી શરૂ થાય છે.

Also read : નવા IT Bill હેઠળ ફક્ત દરોડા વખતે ડિજિટલ, સોશિયલ મીડિયા એકાઉન્ટ્સની કરાશે તપાસ…

X

પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરાયું

મોરેશિયસની હોટલમાં આગમન થતાં ભારતીય સમુદાય દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. હોટેલમાં હાજર લોકોએ ‘ભારત માતા કી જય’ ના નારા સાથે તેમનું સ્વાગત કર્યું અને ભારતીય ત્રિરંગો ધ્વજ લહેરાવ્યો. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક પોસ્ટમાં કહ્યું, હું મોરેશિયસ પહોંચી ગયો છું. હું મારા મિત્ર પ્રધાનમંત્રી ડૉ. નવીનચંદ્ર રામગુલામનો આભારી છું, જેમણે એરપોર્ટ પર મારું ખાસ સ્વાગત કર્યું. આ મુલાકાત એક મૂલ્યવાન મિત્રને મળવા અને વિવિધ ક્ષેત્રોમાં સહયોગના નવા રસ્તાઓ શોધવાની એક શ્રેષ્ઠ તક છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button