પીએમ મોદી પહોંચ્યા ઘાના, 21 તોપની સલામી આપી કરવામાં આવ્યું સ્વાગત

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના ઘાના પ્રવાસે પહોંચ્યા છે. આ દરમિયાન પીએમ મોદી પશ્ચિમ આફ્કિન દેશના ટોચના નેતૃત્વ સાથે બેઠક કરશે. રાષ્ટ્રપ્રમુખ જોન ડ્રામાની મહામાના નિમંત્રણ પર ઘાનાના પ્રવાસે પહોંચેલા પીએમ મોદીનું કોટોકા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર શાનદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. વડા પ્રધાન મોદીને 21 તોપોની સલામી સાથે ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.
જે બાદ પીએમ મોદી હોટલ પહોંચ્યા હતા. અહીં ભારતીય સમુદાયના લોકોએ તેમનું શાનદાર સ્વાગત કર્યું હતું. આ દરમિયાન એક બાળકીને પર વ્હાલ પણ વરસાવ્યું હતું. હોટલની બહાર ભારતીય વેશભૂષામાં પહોંચેલા બાળકોએ મોદીને સંસ્કૃતમાં શ્લોક સંભળાવ્યા હતા.
પીએમ મોદી 2 જુલાઈથી 8 દિવસ માટે 5 દેશોના પ્રવાસે છે. તેઓ સૌથી પહેલા ગાના પહોંચ્યા છે. 30 વર્ષમાં પ્રથમ વખત કોઈ ભારતીય વડા પ્રધાન ઘાનાની મુલાકાતે આવ્યા છે. આ પહેલા 1995માં નરસિમ્હા રાવ અને 1957માં જવાહરલાલ નેહરુએ ઘાનાની મુલાકાત લીધી હતી.