
વડા પ્રધાન નરેન્દ્ર મોદી ત્રિનિદાદ અને ટોબેગોની બે દિવસની યાત્રા પૂર્ણ કરીને અર્જેન્ટીનાની રાજધાની બ્યુનસ આયર્સ પહોંચ્યા છે. જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. PM નું રેડ કાર્પેટ, સાંસ્કૃતિક કાર્યક્રમો અને ગાર્ડ ઓફ ઓનરથી સ્વાગત કરવામાં આવ્યું હતું. 1968માં ઇન્દિરા ગાંધી બાદ 57 વર્ષે બાદ કોઈ ભારતીય વડા પ્રધાનની આ પ્રથમ આર્જેન્ટિનાની યાત્રા છે. આ યાત્રા ભારત અને અર્જેન્ટીના વચ્ચેના વેપારી અને રાજકીય સંબંધોને નવી ઊંચાઈઓ આપશે.
બ્યુનસ આયર્સમાં રહેતા ભારતીય સમુદાયે PMનું ભાવ ભર્યું સ્વાગત કરવામાં આવ્યું. આજે PM અર્જેન્ટીનાના રાષ્ટ્રપિતા જનરલ જોસ ડે સેન માર્ટિનને શ્રદ્ધાંજલિ આપશે અને રાષ્ટ્રપતિ જેવિયર મિલેઈ સાથે દ્વિપક્ષીય બેઠક યોજશે. આ બેઠકમાં ઊર્જા, વેપાર, રક્ષા, આરોગ્ય, ફાર્મા, આઈટી, કૃષિ અને ખનિજો જેવા મુદ્દાઓ પર ચર્ચા થશે. બંને દેશો વચ્ચે હાલ 5.2 અબજ ડોલરનો વેપાર થાય છે, જેને આગામી 3-4 વર્ષમાં 8 અબજ ડોલર સુધી લઈ જવાનો લક્ષ્યાંક છે.
ઉલ્લેખનીય છે કે PM પાંચ દેશોની યાત્રાનો આ ત્રીજો તબક્કો છે. આ અગાઉ તેમને ઘાના અને ત્રિનિદાદ ટોબોગ ગયા હતા. આ ત્રીજી યાત્રા બાદ તેઓ બ્રાઝિલમાં બ્રિક્સ શિખર સંમેલનમાં ભાગ લેશે અને નામિબિયાની મુલાકાત લેશે. ભારતીય રાજદૂત અજનીશ કુમારે આ યાત્રાને ઐતિહાસિક ગણાવી, કારણ કે 50 વર્ષથી વધુ સમય બાદ કોઈ ભારતીય વડાપ્રધાનની આ પ્રથમ દ્વિપક્ષીય યાત્રા છે.
અર્જેન્ટીનાના રાષ્ટ્રપતિ મિલેઈ મોદીના સન્માનમાં ભોજનનું આયોજન કરશે. આ સાથે પ્રખ્યાત બોકા જુનિયર્સ સ્ટેડિયમની મુલાકાત લઈ અર્જેન્ટીનાની ફૂટબોલ સંસ્કૃતિને નજીકથી જોશે. ભારતનું ફાર્મા સેક્ટરને અર્જેન્ટીનાને સસ્તી અને ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ પૂરી પાડી શકે છે.
અર્જેન્ટીનાના ખાદ્ય તેલ સંઘના પ્રમુખ ગુસ્તાવો ઇડિગોરાસે આ યાત્રાને છેલ્લા 20 વર્ષની સૌથી મહત્વપૂર્ણ ગણાવી. બંને દેશો વચ્ચે લિથિયમ, તાંબુ અને ખનિજોના ક્ષેત્રે સહયોગ વધશે, જે ભારતની ઔદ્યોગિક અને સ્વચ્છ ઊર્જાની જરૂરિયાતોને પૂર્ણ કરશે.
આ પણ વાંચો…પીએમ મોદીએ ત્રિનિદાદ અને ટોબેગોમાં કહ્યું કે ભારતીય સમુદાયની યાત્રા સાહસપૂર્ણ