નેશનલ

PM Modi એ દિલ્હી અને બંગાળના વૃદ્ધોની કેમ માંગી માફી? જાણો શું છે મામલો

PM Modi News: પીએમ નરેન્દ્ર મોદીએ આયુર્વેદ દિવસના અવસર પર મંગળવારે સ્વાસ્થ્ય ક્ષેત્ર સાથે જોડાયેલી વિવિધ યોજનાઓનો શિલાન્યાસ અને ઉદ્ધાટન (PM Modi inauguration of various projects related to health sector) કર્યું હતું. તેમણે ધનતેરસ (Dhanteras) અને ધનવંતરી જયંતીની શુભકામના પાઠવી હતી. આ દરમિયાન પીએમ મોદીએ દિલ્હી અને પશ્ચિમ બંગાળના વડીલોની માફી માંગી હતી. પીએમ મોદીએ કહ્યું કે, તેઓ તેમની સેવા નહીં કરી શકે.

જાણો શું છે સમગ્ર મામલો

પીએમ મોદીએ કહ્યું કે, હું દિલ્હી અને પશ્ચિમ બંગાળના 70 વર્ષની વધુ ઉંમરના વડીલોની ક્ષમા માંગુ છું. હું તમારી સેવા નહીં કરી શકું (I will be unable to provide assistance). રાજકીય સ્વાર્થના કારણે દિલ્હી અને પશ્ચિમ બંગાળની સરકાર આયુષ્માન ભારત યોજના (Ayushman Bharat Yojana) સાથે જોડાઈ રહી નથી.

પીએમ મોદીએ કહ્યું કે, રાષ્ટ્રીય સ્વાસ્થ્ય યોજનાનો ટાર્ગેટ હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીને 5 લાખ રૂપિયા સુધીની સહાય પ્રદાન કરવાનો છે. પરંતુ અફસોસની વાત છે કે રાજકીય હિતો માટે આ રાજ્યમાં સરકારની યોજનાને સક્રિય કરવામાં આવતી નથી.

આપણ વાંચો: પીએમ મોદીએ કર્યું U-Win પોર્ટલ લોન્ચ

આ ઉપરાંત પીએમ મોદીએ કહ્યું કે, ચૂંટણી સમયે મેં ગેરંટી આપી હતી કે ત્રીજા કાર્યકાળમાં 70 વર્ષથી ઉપરના તમામ વૃદ્ધોને આયુષ્માન યોજના અંતર્ગત લાવવામાં આવશે. આજે ધનવંતરી જયંતીના દિવસે આ ગેરંટી પૂરી થઈ રહી છે. હવે 70 વર્ષથી વધારે ઉંમરના લોકો હોસ્પિટલમાં ફ્રી સારવાર મળશે. આવા વડીલોને આયુષ્માન વય વંદના કાર્ડ આપવામાં આવશે. ઘરના વડીલ પાસે આયુષ્માન વય વંદના કાર્ડ હશે તો પરિવારનો ખર્ચ પણ ઓછો થશે, તેમની ચિંતા પણ ઘટી જશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button