મોદીનું આવતા મહિને જીવનજરૂરી ચીજોના ભાવ ઘટાડવા એલાન, જાણો શું છે બ્લુપ્રિન્ટ ?

નવી દિલ્લીઃ આજે લાલ કિલ્લા પરથી ભાષણ આપતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જીએસટી અંગે મોટી જાહેરાત કરી છે. ભારતમાં 1 જુલાઈ 2017થી જીએસટી લાગુ કરવામાં આવ્યું હતું. તેને અત્યારે આઠ વર્ષ થઈ ગયા છે. આઠ વર્ષ બાદ તેમાં સુધારો થવાનો હોવાની જાહેરાત કરવામાં આવી છે. પીએમ મોદીએ કહ્યું કે, દિવાળી પર જીએસટીમાં સુધારો કરવામાં આવશે. જેના કારણે સામાન્ય વ્યક્તિ એટલે કે મધ્યમ વર્ગના લોકોને જીએસટીમાં મોટી રાહત આપવામાં આવશે.
રોજિંદા ઉપયોગમાં આવતી વસ્તુઓ સસ્તી જશે?
વડાપ્રધાન મોદીએ એવું આશ્વાસન આપ્યું છે કે, જીએસટીમાં નવા સુધારા બાદ રોજિંદા ઉપયોગમાં આવતી વસ્તુઓ સસ્તી થઈ જવાની છે. જેથી સામાન્ય વ્યક્તિ પરથી કરનું ભારણ ઘટશે. આ સાથે સાથે દૈનિક ઉપયોગમાં આવતી વસ્તુઓ સસ્તી થવાથી ભારતની અર્થવ્યવસ્થા પણ મજબૂત થવાની છે.
GST has simplified the tax system for the common citizen.
— Narendra Modi (@narendramodi) August 15, 2025
We are working on next generation GST reforms which will further empower common citizens, MSMEs and industries. pic.twitter.com/jxNfAvVo5T
દિવાળી પર જીએસટીમાં કેવા સુધારા કરવામાં આવશે?
જીએસટીમાં સુધારાની વાત કરવામાં આવે તો ત્રણ સ્તરમાં સુધારની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. પહેલા સ્તરમાં ચોક્કસ ક્ષેત્રોમાં ઇન્વર્ટેડ ડ્યુટી સ્ટ્રક્ચર સુધારણા, વર્ગીકરણ સમસ્યાઓનું નિરાકરણ કરવામાં આવશે. બીજા સ્તર પર સામાન્ય માણસ દ્વારા ઉપયોગમાં લેવાતી વસ્તુઓ તેમજ મહત્વાકાંક્ષી માલ પર ટેક્સ ઘટાડવામાં આવશે અને ટેક્સ સ્લેબમાં પણ ઘટાડો કરવામાં આવશે. આ સાથે ત્રીજા સ્તરમાં સ્ટાર્ટઅપ્સની નોંધણીને સરળ બનાવશે, પહેલાથી ભરેલા રિટર્ન લાગુ કરશે અને ઝડપી રિફંડ પ્રક્રિયા સુનિશ્ચિત કરવામાં આવશે.
સરકાર આ બે સ્લેબમાં સુધારો કરવાનું વિચારી રહી છે
વધારે વિગતે વાત કરવામાં આવે તો, સરકાર બે સ્લેબમાં સુધારો કરવાનું વિચારી રહી છે. એક માનક અને બીજો ગુણવત્તા. જેમાં ખાસ દર માત્ર અમુક વસ્તુઓ માટે રાખવામાં આવશે. જેના કારણે સામાન્ય વ્યક્તિ, મહિલાઓ, વિદ્યાર્થીઓ અને મધ્યમ વર્ગની લોકોને મોટો ફાયદો થવાનો છે. આ સુધારાના કારણે વેપારની પ્રક્રિયા વધારે સરળ બનશે. ખાસ કરીને નવા સ્ટાર્ટઅપ અને નાના વ્યવસાયો માટે નોંધણી પ્રક્રિયાઓને સરળ બનાવવામાં આવશે.
કેન્દ્ર સરકાર કેવું આશ્વાસન આપવામાં આવ્યું?
જીએસટીમાં સુધારાની આ પ્રક્રિયા વહેલી તકે લાગુ કરવામાં આવશે તેવું કેન્દ્ર સરકાર દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું છે. આ સાથે સરકાર જીએસટીને હવે એક સરળ, સ્થિર અને પારદર્શક કર પ્રણાલીમાં લાગુ કરવા માટેની તૈયારી કરી રહી છે. જેથી આ ક્ષેત્રમાં આવતા એકમોને વિકાસ થશે, અર્થવ્યવસ્થા મજબૂત બનશે અને ભારતમાં વેપાર કરવામાં સરળતા રહેવાની છે. મૂળ વાત એ છે કે, કેન્દ્રએ આપેલી વિગતો પ્રમાણે જીએસટીમાં જે નવા સુધારા કરવામાં આવશે તેમાં સામાન્ય લોકો, મધ્યમ વર્ગના લોકો, મહિલાઓ, વિદ્યાર્થીઓ, સ્ટાર્ટએપ એકમો અને નાના વેપારીઓ માટે ફાયદો થવાનો છે.
આપણ વાંચો: ઈઝરાયલના ‘આયર્ન ડ્રોમ’ જેવા ‘સુદર્શન ચક્ર’ની મોદીની જાહેરાત, કઈ રીતે કરશે દેશની સુરક્ષા ?