PM મોદી અને પોપ પર ટિપ્પણી કરીને ફસાઇ કોંગ્રેસ, હવે માંગી માફી

કોંગ્રેસે X પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ખ્રિસ્તીઓના સૌથી મોટા ધર્મગુરુ પોપ વિશેની પોસ્ટ માટે માફી માંગી છે. આ પોસ્ટમાં કોંગ્રેસની કેરળ શાખાએ પીએમ મોદીને ભગવાન કહીને તેમની મજાક ઉડાવી હતી. કેરળ કોંગ્રેસે આ માટે માફી માંગી છે. કેરળ કોંગ્રેસે આ સંદર્ભમાં લખ્યું હતું કે , “આ દેશના લોકો જાણે છે કે કોઈપણ ધર્મ, ધાર્મિક નેતાઓ અને મૂર્તિનું અપમાન કરવું એ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની પરંપરા નથી. “કોંગ્રેસ એક આંદોલન છે જે તમામ ધર્મો અને આસ્થાઓને એક કરે છે અને લોકોને સંવાદિતાના વાતાવરણમાં આગળ લઈ જાય છે.”

કોંગ્રેસે લખ્યું હતું કે, “કોંગ્રેસનો કોઈ કાર્યકર પોપનું અપમાન કરવાનું વિચારી પણ ન શકે, જેમને વિશ્વભરના ખ્રિસ્તીઓ ભગવાન સમાન માને છે. જો કે, પોતાને ભગવાન કહીને આ દેશના આસ્થાઓનું અપમાન કરનારા નરેન્દ્ર મોદીની મજાક ઉડાવવામાં કોંગ્રેસને કોઈ સંકોચ નથી
Read more: Politics: Rahul Gandhi હવે રાયબરેલીના સાંસદ, Priyanka Gandhi લડશે વાયનાડથી ચૂંટણી
G-7 સમિટ માટે ઇટાલી પહોંચેલા પીએમ મોદી પોપ ફ્રાન્સિસને મળ્યા હતા. કોંગ્રેસે પીએમ મોદી અને પોપ ફ્રાન્સિસ વચ્ચેની બેઠક પર કટાક્ષ કર્યો હતો, જેના પર ઉહાપોહ થતા કોંગ્રેસે માફી માંગી હતી.
Read more: Loksabhaના સ્પીકર પદને લઈને મડાગાંઠ; 26 મીએ Narendra Modi રજૂ કરી શકે છે નામ
તાજેતરમાં પૂર્ણ થયેલ જી7 સમિટમાં ભાગ લેવા માટે પીએમ નરેન્દ્ર મોદીને ઇટાલીમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું. પોપ ફ્રાન્સિસ પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. તેમને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના ફાયદા અને ગેરફાયદા વિશે વાત કરવા આમંત્રણ આપવામાં આવ્યું હતું.