'PM મોદીનો વિકલ્પ છે……' લોકસભા ચૂંટણી પહેલા શશિ થરૂરે આપ્યો જવાબ | મુંબઈ સમાચાર

‘PM મોદીનો વિકલ્પ છે……’ લોકસભા ચૂંટણી પહેલા શશિ થરૂરે આપ્યો જવાબ

કેરળના તિરુવનંતપુરમથી ત્રણ વખત સાંસદ રહી ચૂકેલા કોંગ્રેસના ઉમેદવાર શશિ થરૂર હવે આ જ બેઠક પરથી ચોથી લોકસભા ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યા છે. શશિ થરૂરે બુધવારે કહ્યું હતું કે આગામી લોકસભા ચૂંટણીમાં વડા પ્રધાન તરીકે નરેન્દ્ર મોદીનો વિકલ્પ કોણ હોઈ શકે તે પ્રશ્ન સંસદીય પ્રણાલીમાં “અપ્રસ્તુત” છે કારણ કે આપણે કોઈ વ્યક્તિને પસંદ નથી કરતા, પરંતુ પક્ષ અથવા પક્ષોના ગઠબંધનને પસંદ કરીએ છીએ. લોકસભા ચૂંટણીમાં વડા પ્રધાન તરીકે નરેન્દ્ર મોદીનો વિકલ્પ “અનુભવી, સક્ષમ અને વૈવિધ્યસભર ભારતીય નેતાઓનું જૂથ છે” જે તેમના મતે, લોકોની સમસ્યાઓ માટે પ્રતિભાવ આપશે.

થરૂર્ એમ પણ જણાવ્યું હતું કે તેમને એક વાર પહેલા પણ આ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો અને હવે ફરી વાર આવો સવાલ પૂછવામાં આવ્યો છે. થરૂરના મતે સંસદીય પ્રણાલીમાં આ પ્રશ્ન અપ્રસ્તુત હતો. “મિસ્ટર મોદીનો વિકલ્પ એ અનુભવી, સક્ષમ અને વૈવિધ્યસભર ભારતીય નેતાઓનું જૂથ છે જે લોકોની સમસ્યાઓ માટે પ્રતિભાવ આપશે અને વ્યક્તિગત અહંકારથી પ્રેરિત નહીં હોય,” એમ થરૂરે કહ્યું હતું.


થરૂરે કહ્યું હતું કે તેઓ કઈ ચોક્કસ વ્યક્તિને વડાપ્રધાન તરીકે પસંદ કરશે તે “ગૌણ વિચારણા છે”. તેમણે કહ્યું, “આપણી લોકશાહી અને વિવિધતાનું રક્ષણ કરવું સૌથી પહેલા આવે છે.”


ALSO READ: લોકસભા ચૂંટણીઃ રામટેકથી પીએમ મોદી મહારાષ્ટ્રમાં ચૂંટણી પ્રચારના કરશે શ્રીગણેશ

અગાઉ એક ઈન્ટરવ્યુમાં, થરૂરે દેશની પાર્ટીઓમાં વંશવાદની રાજનીતિને સમર્થન આપતાં કહ્યું હતું કે તે ભારતની સંસ્કૃતિનો ભાગ છે અને સૂચવ્યું હતું કે તે એક સામાન્ય પ્રથા છે, અસામાન્ય નથી. ભારતમાં પિતા તેમના પુત્ર તેમના વ્યવસાયને અનુસરે તેવી અપેક્ષા રાખે છે, તેથી તે આશ્ચર્યજનક નથી કે મોદીના વંશવાદ વિરોધી અભિયાનની મજાક ઉડાવતા થરૂરે દાવો કર્યો હતો કે કેટલાક ટોચના નેતાઓને બાદ કરતાં ભાજપના તમામ નેતાઓ અને સાંસદો ભાજપના અન્ય વરિષ્ઠ અધિકારીઓના પુત્રો કે પુત્રીઓ છે.

સંબંધિત લેખો

Back to top button