ગ્લોબલ ઈન્વેસ્ટરો ભારતને જોઈ રહ્યા છે, આ સુવર્ણતક ગુમાવશો નહીં: વડા પ્રધાન
નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે કહ્યું હતું કે ભારત આગામી પાંચ વર્ષમાં દુનિયાનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનવા તરફ આગળ વધી રહ્યું છે. વૈશ્વિક રોકાણકારો ભારતને ઈન્વેસ્ટમેન્ટ માટેના સ્થળ તરીકે જોઈ રહ્યા છે. તેમણે સ્થાનિક ઉદ્યોગોને આ સુવર્ણ તક ઝડપીને વિકસિત ભારતના હિસ્સેદાર બનવાની અપીલ કરી હતી.
સીઆઈઆઈ દ્વારા આયોજિત જર્ની ટોવડર્સ વિકસિત ભારત વિષય પર આધારિત બજેટ પછીની પરિષદમાં હાજરી આપતાં તેમણે કહ્યું હતું કે દેશના વિકાસની ગાથામાં સંપત્તિનું નિર્માણ કરનારા લોકો ચાવીરૂપ ભૂમિકા ભજવતા હોય છે. અત્યારની ભારતની નીતિઓ, કટિબદ્ધતા, નિશ્ચય, નિર્ણયો અને રોકાણો વૈશ્વિક બનવાની પ્રક્રિયાનો પાયો બની રહ્યા છે.
આ પણ વાંચો: વાહ, નિશાનબાજો દેશનું નામ રોશન કરતા જ રહ્યા છે: મોદી
આજે આખી દુનિયા ભારતને અને તમને (ઉદ્યોગોને) જોઈ રહ્યા છે. સરકારની નીતિઓ અને રોકાણો વૈશ્વિક વિકાસનો પાયો બની રહેશે. આખી દુનિયાના રોકાણકારો ભારત આવવા માગે છે. વૈશ્વિક નેતાઓ ભારત માટે સકારાત્મકતાથી ભરેલા છે. ભારતના ઉદ્યોગો માટે આ સુવર્ણતક છે અને આપણે આ તક ગુમાવવી જોઈએ નહીં, એમ તેમણે કહ્યું હતું.
તેમણે કહ્યું હતું કે સારા વિકાસ અને ઓછા ફુગાવાને કારણે ભારત વિકાસ અને સ્થિરતાને કારણે આશાનું કિરણ છે. આખી દુનિયા અત્યારે વધુ ફુગાવો અને ઓછો વિકાસદરની સમસ્યાનો સામનો કરી રહી છે.
ભારતનો વિકાસદર 8 ટકા છે અને તે દિવસ દુર નથી જ્યારે ભારત વિશ્ર્વનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બની રહેશે. ત્રીજા નંબરનું અર્થતંત્ર બનવાની સિદ્ધિ આ ત્રીજી ટર્મમાં જ સાધ્ય થશે એવો વિશ્ર્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો.
આ પણ વાંચો: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપના મુખ્ય પ્રધાનો, નાયબ મુખ્ય પ્રધાનો સાથે ચર્ચા કરી
તેમણે એમ કહ્યું હતું કે સ્થાનિક ઉદ્યોગોએ 2047 સુધીમાં દેશને વિકસિત ભારત બનાવવા માટે સરકાર સાથે સ્પર્ધા કરવી જોઈએ અને સૂર્યોદયના ક્ષેત્રમાં ભારતને વૈશ્વિક સ્થાન અપાવવું જોઈએ.
તેમણે બજેટમાં એમએસએમઈ ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે લેવામાં આવેલા અનેક પગલાંનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે આનાથી દેશમાં કરોડો નોકરીઓ તૈયાર થશે.
તેમણે એમ પણ કહ્યું હતું કે સરકાર સ્કિલ ડેવલપમેન્ટ અને રોજગાર નિર્માણ પર ધ્યાન આપી રહી છે અને ઉદ્યોગો માટે 4.0 સ્ટાન્ડડર્સ ધ્યાનમાં રાખી રહી છે.
આ પણ વાંચો: રણબીર કપૂરે કહ્યું: વડા પ્રધાન નરેન્દ્ર મોદી તો…
તેમણે કહ્યું હતું કે નવા ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે મુદ્રા યોજના, સ્ટાર્ટ-અપ ઈન્ડિયા અને સ્ટેન્ડ-અપ ઈન્ડિયા જેવી સરકારની યોજનાઓ છે.
બજેટમાં ફાળવવામાં આવેલા રૂ. બે લાખ કરોડના પીએમ પેકેજનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું હતું કે આનાથી ચાર લાખ રોજગાર નિર્માણ થશે.
(પીટીઆઈ)