ટોપ ન્યૂઝનેશનલ

દિલ્હીમાં ભાજપની જીત બાદ PM Modi નું સંબોધન, કહ્યું આપદાથી મુકત થઇ દિલ્હી…

નવી દિલ્હી : દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપે ભવ્ય વિજય પ્રાપ્ત કર્યો છે. દિલ્હીમાં 27 વર્ષ બાદ ભાજપે સત્તા મેળવી છે. જેના પગલે ભાજપ નેતા અને કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ છે. આ વચ્ચે પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી(PM Modi)મોડી સાંજે ભાજપના મુખ્ય કાર્યાલય પર પહોંચ્યા હતા.પીએમ મોદીએ કાર્યકરોને સંબોધિત કરતા વખતે ‘યમુના મૈયા કી જય’ ના નારાથી પોતાનું ભાષણ શરૂ કર્યું. પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, આજે દિલ્હીના લોકોમાં ઉત્સાહ અને શાંતિ છે. દિલ્હીને આપદા થી મુક્ત કરાવવામાં વિજયનો ઉત્સાહ છે.

Also read : ‘મુંબઈ સમાચાર ગ્લોબલ ગુજરાતી આઈકન એવોર્ડ-દ્વિતીય’ ફરી ધૂમ મચાવશે દુબઈમાં

મોદીની ગેરંટી પર વિશ્વાસ કરવા બદલ આભાર

ભાજપ મુખ્યાલયમાં લોકોને સંબોધતા પીએમ મોદીએ કહ્યું, ‘મેં દરેક દિલ્હીવાસીને એક પત્ર મોકલ્યો હતો અને તમે બધાએ આ પત્ર દરેક પરિવાર સુધી પહોંચાડ્યો હતો. મેં દિલ્હીને પ્રાર્થના કરી હતી કે ભાજપને 21મી સદીમાં સેવા કરવાની તક આપે ભાજપને દિલ્હીને વિકસિત ભારતની વિકસિત રાજધાની બનાવવાની તક આપે. મોદીની ગેરંટી પર વિશ્વાસ કરવા બદલ હું દિલ્હીના દરેક પરિવારનો આભાર માનું છું. હું દિલ્હીના લોકોનો આભાર માનું છું.

Also read : Delhi માં ભાજપના મુખ્યમંત્રીના નામની ચર્ચા શરૂ, આ નામ સૌથી વધુ ચર્ચામાં

દિલ્હીનો વિકાસ ઝડપથી થશે

દિલ્હીમાં ભાજપ મુખ્યાલયમાં લોકોને સંબોધતા પ્રધાનમંત્રીએ કહ્યું, ‘દિલ્હીએ અમને પૂરા દિલથી પ્રેમ આપ્યો છે. અને હું ફરી એકવાર દિલ્હીના લોકોને ખાતરી આપું છું કે અમે તમારા આ પ્રેમનો દોઢ ગણો બદલો વિકાસના રૂપમાં આપીશું. દિલ્હીના લોકોનો આ પ્રેમ, આ વિશ્વાસ આપણા બધા પર ઋણ છે. જે હવે દિલ્હીની ડબલ એન્જિન સરકાર દ્વારા દિલ્હીને બમણું કરીને અને ઝડપી ગતિએ વિકાસ કરાશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button