પીએમ મોદીની આદમપુર એરબેઝ મુલાકાતથી પાકિસ્તાનના સાત દાવાનો ફૂટી ગયો ફૂગ્ગો

નવી દિલ્હી: ઓપરેશન સિંદૂરની સફળતા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે અચાનક પંજાબના આદમપુર એરબેઝ પર પહોંચ્યા હતા. પીએમ મોદી સેનાના જવાનોને મળ્યા અને ઓપરેશન અંગે ચર્ચા પણ કરી હતી. પીએમ મોદી એરબેઝ પર પહોંચ્યા ત્યારે સૈનિકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. તેમણે સૈનિકો સાથે ફોટા પણ પડાવ્યા હતા. પાકિસ્તાને આ એરબેઝને ઉડાવી દેવાનો વાહિયાત દાવો પણ કર્યો હતો, તેથી આદમપુર એરબેઝની મુલાકાત એટલે ખાસ માનવામાં આવે છે. પીએમ મોદીની આદમપુર એરબેઝ મુલાકાતથી પાકિસ્તાના સાત દાવાનો ફુગ્ગો પણ ફૂટી ગયો હતો.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે આદમપર પહોંચ્યા પૂર્વે ગઈકાલે પાકિસ્તાનને સ્પષ્ટ સંદેશ આપ્યો હતો કે લોહી અને પાણી એકસાથે વહેશે નહીં. એટલું જ નહીં, ટ્રેડ અને ટેરર પણ એકસાથે થશે નહીં. એના જ અનુસંધાનમાં દુનિયાભરમાં પાકિસ્તાન પોતાની મેળે જે જુઠ્ઠાણા ફેલાવી રહ્યું છે તેને ઉઘાડું પાડવા માટે અચાનક આદમપુર પહોંચીને પાકિસ્તાનના એક કરતા અનેક દાવાઓનો પર્દાફાશ કર્યો છે, જ્યારે સોશિયલ મીડિયા પર વીડિયો વાઈરલ થયા પછી લોકોએ તેના પર પ્રતિક્રિયાઓ આપી હતી.
આ પણ વાંચો: ઓપરેશન સિંદૂર બાદ સૈનિકો વચ્ચે પહોંચ્યા પીએમ મોદી, આદમપુર એરબેઝ પર સૈનિકો સાથે કરી મુલાકાત
દાવો 1: આદમપુર એરબેઝને નુકસાન પહોંચાડ્યું.
હકીકતઃ ભારતનું વીવીઆઈપી પ્લેન આ રન-વે પર સફળતાપૂર્વક ઉતારવામાં આવ્યું હતું. એટલું જ નહીં, આદમપુર એરબેઝ સંપૂર્ણ રીતે કાર્યરત હોવાથી પાકિસ્તાનનો પહેલો દાવો ખોટો હોવોનું સાબિત થયું.
દાવો 2: આદમપુરમાં એસ-400 મિસાઈલને તોડી પાડી.
હકીકતઃ ભારતની કોઈ પણ એર ડિફેન્સને નુકસાન પહોંચાડવામાં પાકિસ્તાન સફળ રહ્યું નથી, તેમાંય વળી એસ-400 મિસાઈલ એકદમ સુરક્ષિત છે.
દાવો 3: આદમપુરની રડાર સિસ્ટમ પર ડ્રોનથી હુમલો
હકીકતઃ રડાર સિસ્ટમને પણ કોઈ નુકસાન પહોંચાડી શક્યું નથી.
દાવો 4: તેમની મિસાઇલે ભારતીય વાયુસેનાનું વિમાન તોડી પાડ્યું.
હકીકતઃ કોઈ વિમાનને નુકસાન પહોંચ્યું નથી. આદમપુરથી તમામ ઉડાન કોઈ પણ પ્રકારની અડચણ વગર શરૂ છે.
દાવો 5: આદમપુરમાં મોટી સંખ્યામાં એરકર્મીઓના મોત થયા.
હકીકતઃ કોઈનું મોત થયું નથી. તમામ કર્મી સુરક્ષિત છે અને તમામ સેનાના રેકોર્ડમાં છે.
દાવો 6: પાકિસ્તાને આદમપુર એરબેઝની કથિત ક્ષતિગ્રસ્ત સેટેલાઈટ તસવીર શેર કરી
હકીકતઃ સેટેલાઈટ નિષ્ણાતો અને એજન્સીએ તસવીર સાથે છેડછાડ કરવામાં આવી હોવાની પુષ્ટિ કરી હતી.