નેશનલ

ફરી 3 દેશોના પ્રવાસે જશે પીએમ મોદી, ગુયાનાની મુલાકાત કેમ મહત્વની છે?

દેશમાં વિધાન સભાની ચૂંટણીઓનો સમય ચાલી રહ્યો છે અને દરેક રાજકીય પક્ષોએ જીતવા માટે એડી ચોટીનું જોર લગાવ્યું છે. શાસક એનડીએના તો કેન્દ્રીય નેતાઓ પણ ચૂંટણીની પ્રચાર સભાઓ ગજાવી રહ્યા છે, ત્યારે એવા સમાચાર છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ અઠવાડિયે ત્રણ દેશોની મુલાકાતે જઈ રહ્યા છે. તેઓ બ્રાઝિલમાં આયોજિત G-20 સમિટમાં પણ ભાગ લેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 16-21 નવેમ્બર વચ્ચે ત્રણ દેશોની મુલાકાતે જશે. આ દેશોમાં બ્રાઝીલ, નાઈજીરીયા અને ગુયાનાનો સમાવેશ થાય છે.


Also read: ગેંગસ્ટરો સામે દિલ્હી પોલીસની મોટી કાર્યવાહી, અનેક ઠેકાણાઓ પર દરોડા


આફ્રિકન દેશ નાઈજીરીયાના રાષ્ટ્રપતિ બોલા અહેમદ ટીનુબુના આમંત્રણ પર વડાપ્રધાન મોદી 16 થી 17 નવેમ્બર સુધી નાઈજીરીયાની મુલાકાત લેશે. ખાસ વાત એ છે કે 17 વર્ષમાં કોઈ ભારતીય વડાપ્રધાનની નાઈજીરિયાની આ પ્રથમ મુલાકાત હશે. વિદેશ મંત્રાલયના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ મુલાકાત દરમિયાન વડા પ્રધાન ભારત અને નાઇજીરિયા વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીની સમીક્ષા કરશે અને દ્વિપક્ષીય સંબંધોને વધારવા માટે વધુ તકો પર ચર્ચા કરશે. આ બે દિવસીય મુલાકાત દરમિયાન તેઓ ભારતીય સમુદાયની એક બેઠકને પણ સંબોધિત કરશે. ભારત અને નાઈજીરીયા 2007 થી વ્યૂહાત્મક ભાગીદારો છે, જેમાં આર્થિક, ઉર્જા અને સંરક્ષણ સહયોગ વધી રહ્યો છે. લગભગ 200 ભારતીય કંપનીઓએ નાઈજીરિયામાં 27 બિલિયન ડોલરથી વધુનું રોકાણ કર્યું છે.

ત્યાર બાદ પીએમ મોદી 18-19 નવેમ્બર વચ્ચે બ્રાઝિલના પ્રવાસે જશે. PM મોદી બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વા દ્વારા રિયો ડી જાનેરો ખાતે આયોજિત G20 કોન્ફરન્સની બેઠકમાં ભાગ લેશે. વડાપ્રધાન G20 સમિટમાં વૈશ્વિક મહત્વના મુદ્દાઓ પર ભારતનું વલણ અને ભારત દ્વારા આયોજિત ગ્લોબલ સાઉથ સમિટનો અવાજ રજૂ કરશે. પીએમ મોદી જી-20 સમિટ દરમિયાન ઘણા નેતાઓને મળવાના છે.


Also read: Jharkhand Assembly election: મુખ્ય પ્રધાન હેમંત સોરેને મતદાન કર્યું, અત્યાર સુધીમાં આટલું મતદાન


ત્યાર બાદ તેઓ દક્ષિણ અમેરિકન દેશ ગુયાના જશે. મોદી દેશના રાષ્ટ્રપતિ મોહમ્મદ ઈરફાન અલીના આમંત્રણ પર 19 થી 21 નવેમ્બર સુધી ગુયાનાની રાજ્ય મુલાકાત પણ કરશે. ગયાનાની આ મુલાકાત 1968 પછી ભારતીય વડાપ્રધાનની પ્રથમ મુલાકાત હશે. આ મુલાકાતમાં મોદી અલી સાથે દ્વિપક્ષીય ચર્ચા કરશે. આ ઉપરાંત તેઓ ગુયાનાના વરિષ્ઠ નેતાઓને મળશે અને સંસદ અને એનઆરઆઈની સભાને પણ સંબોધિત કરશે. 2023માં ગુયાનાના રાષ્ટ્રપતિ અલી મધ્ય પ્રદેશમાં પ્રવાસી ભારતીય દિવસના મુખ્ય અતિથિ તરીકે ભારત આવ્યા હતા અને તેમને પ્રવાસી ભારતીય સન્માનથી સન્માનિત પણ કરવામાં આવ્યા હતા. ખાસ વાત છે કે ગુયાનામાં લગભગ 40 ટકા વસ્તી ભારતીયોની છે. બ્રિટિશ રાજ દરમિયાન ભારત અને ગુયાના બંને બ્રિટિશ સામ્રાજ્યનો ભાગ હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે ભારત જ નહીં પણ દુનિયાનું સૌથી અમીર ગામ છે આ… નામ જાણશો તો… હેર વૉશ કરતા પહેલા આ ટીપ્સ રાખો ધ્યાનમાં આ છે દેશના રોમાંચક રેલવે રૂટ, એક વખત ટ્રાવેલ કરી લીધું તો…

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker